ભારત – ચીનના સંબંધો સુધરતા ચાઈનીઝ કંપનીઓ આનંદમાં : ભારતમાં શેરમૂડી વેચીને નફો ઘરભેગો કરશે
લાંબા સમયથી હાયરની અટકી પડેલી ડીલ આગળ વધી : વીવો - ડીક્ષન સહિતની કંપનીઓ પણ તૈયાર

શાંઘાઈમાં ભારત અને ચીન વચ્ચે દોસ્તીના નવા યુગના સંકેત મળતા જ ઘરઆંગણે અનેક ચાઈનીઝ કંપનીઓ હવે જે ભારતમાં અત્યારે ફેકટરી તથા અન્ય બિઝનેસમાં સામેલ છે તે રંગમાં આવી ગઈ છે અને તે ભારતમાં પોતાની કંપનીઓના શેર વેચીને પણ નફો ચીન ભેગો કરવાની તક જોવે છે.
જેમાં થોડો સમય પહેલા જ ચીનની રેફ્રીજરેટર તથા એસી સહિતના કન્ઝયુમર ગુડઝ બનાવતી કંપની હાયર એ તેનો 49 ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી હતી. પરંતુ ભારત સરકાર તરફથી મંજુરી મળી ન હતી.
હવે ફરી એક વખત આ હિલચાલ તિવ્ર બની છે અને ખાસ કરીને એરટેલના સુનિલ મિતલ હાયરનો 49 ટકા હિસ્સો ખરીદી લે તેવા સંકેત છે તો બીજી તરફ ચાઈનીઝ કંપની ડીક્ષોન ટેકનોલોજી પણ તેનો ભારતીય પાર્ટનર શોધવા તૈયારી કરી છે.
આવી જ રીતે મોબાઈલ કંપની વીવો પણ ભારતમાં જુનીયર પાર્ટનર ગોતશે. ચાઈનીઝ કંપનીઓએ ભારતમાં મોટુ રોકાણ કર્યુ છે અને તેમાં હવે તેઓ પોતાની શેરમૂડીની મોટી કિંમત મેળવવા તૈયાર છે. આ જ રીતે ટ્રક બનાવતી કંપની અશોક લેલન્ડ જે હિન્દુજા ગ્રુપની છે તેને ચીનની એક બેટરી કંપની સાથે લાંબા ગાળાના કરાર કર્યા છે અને તે ભારતમાં હવે બેટરી બનાવશે.