અંડરવર્લ્ડ ડૉન, પૂર્વ ધારાસભ્ય અરુણ ગવળી ઉર્ફે ડૅડી 17 વર્ષ બાદ જેલમાંથી બહાર
ગૅન્ગસ્ટરમાંથી રાજકારણમાં આવી વિધાનસભ્ય બનેલા ડૉન અરુણ ગવળી, જે ડૅડી તરીકે પણ પ્રખ્યાત છે તે ૧૭ વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા બાદ બુધવારે નાગપુર સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો.

જામીન પર બહાર આવ્યાના થોડા સમય બાદ જ અરુણ ગવળી નાગપુર ઍરપોર્ટ પરથી મુંબઈ જવાની તૈયારી કરતા જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં તેની સફેદ દાઢી સાથે તે એકદમ જ જુદા દેખાઈ રહ્યા છે. અનેક વર્ષોથી જેલમાં તેનું વજન વધી ગયું. એક સમયે મુંબઈમાં અંડરવર્લ્ડના નામનો સિક્કો ચાલતો જોવા મળતો હતો. આ અંડરવર્લ્ડમાં એક નામ તે ડૉન અરુણ ગવળીનું હતું. ગૅન્ગસ્ટરમાંથી રાજકારણમાં આવી વિધાનસભ્ય બનેલા ડૉન અરુણ ગવળી, જે ડૅડી તરીકે પણ પ્રખ્યાત છે તે ૧૭ વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા બાદ બુધવારે નાગપુર સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો. ૨૦૦૭ના હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા બાદ, ૭૦ વર્ષીય અરુણ ગવળી બધી કાયદાકીય પ્રક્રિયાઓ અને દસ્તાવેજો બન્યા પછી બપોરે ૧૨.૩૦ વાગ્યે જેલમાંથી બહાર આવ્યો. જામીન પર બહાર આવ્યાના થોડા સમય બાદ જ અરુણ ગવળી નાગપુર ઍરપોર્ટ પરથી મુંબઈ જવાની તૈયારી કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં તેમની સફેદ દાઢી સાથે તેઓ એકદમ જ જુદા દેખાઈ રહ્યા છે. અનેક વર્ષોથી જેલમાં તેમનું વજન વધ્યું હોવાનું પણ વીડિયોમાં જોઈ શકાય છે. ગવળી સાંજે મુંબઈના ભાયખલામાં દગડી ચાલની મુલાકાત લે તેવી મોટી શક્યતા છે. જસ્ટિસ એમ એમ સુંદરેશ અને એન કોટીશ્વર સિંહની બૅન્ચે 28 ઑગસ્ટના રોજ ગવળીની લાંબી કેદ અને વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં રાખીને જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ કેસમાં તેમની અપીલ 17 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ હતી અને ફેબ્રુઆરી 2026 માં છેલ્લી સુનાવણી માટે કેસ મુલતવી રાખ્યો હતો. જામસંડેકર હત્યાના સંદર્ભમાં ગવળી પર મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 2006 માં ધરપકડ કરવામાં આવી હતી, તેમને ઑગસ્ટ 2012 માં મુંબઈ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. વર્ષો દરમિયાન આ કેસમાં અનેક કાનૂની વળાંકો જોવા મળ્યા હતા. જૂન 2024 માં, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની દલીલનો પક્ષ લેતા, ગવળીને અકાળ મુક્તિ આપવાના બૉમ્બે હાઈ કોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. સરકારે તેમની વહેલી મુક્તિ સામે દલીલ કરી હતી, પરંતુ હાઈ કોર્ટે તેંએ ફગાવી દીધી હતી, અધિકારીઓને પરિણામલક્ષી આદેશ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. જ્યારે રાજ્યએ ચુકાદાને લાગુ કરવા માટે વધુ સમય માગ્યો હતો, ત્યારે હાઈ કોર્ટે મુદત લંબાવી હતી પરંતુ વધુ વિલંબ સામે ચેતવણી આપી હતી. આ મામલો આખરે સર્વોચ્ચ અદાલત સમક્ષ પહોંચ્યો, જેણે દરમિયાનગીરી કરી ગવળીને જામીન આપ્યા છે. પોતાની અરજીમાં, ગવળીએ દલીલ કરી હતી કે રાજ્ય દ્વારા તેમને અકાળ મુક્તિ આપવાનો ઇનકાર મનસ્વી અને અન્યાયી હતો. સર્વોચ્ચ અદાલતે, તે દાવાની યોગ્યતાઓ પર નિર્ણય ન લેતા, શરતી જામીન આપતા પહેલા તેમની લાંબી કેદ, સ્વાસ્થ્યની ચિંતાઓ અને ઉંમરને ધ્યાનમાં લીધી