જાણવા જેવું

પુર્વ ક્રિકેટર શિખર ધવનની ઈડીની ઓફિસમાં બોલાવાયો ; સટ્ટેબાજી મારફત મનીલોન્ડ્રીંગ તથા છેતરપીંડી થતી હોવાની આશંકા પરથી તપાસ ,

હવે તેને આ અંગે તપાસ હેઠળ આવરી લેવાયો છે તે આ બેટીંગ એપ.માં મોડેલ કે પ્રચારક સિવાયની કોઈ ભૂમિકામાં છે કે કેમ તે પણ ચકાસાશે

ક્રિકેટમાં ગેરકાનુની સટ્ટાના મુદે ઈડીની તપાસમાં એક ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયેલા પુર્વ ક્રિકેટર શિખર ધવનની આજે પુછપરછ શરુ થઈ છે. વનએકસબેટ નામના આ પ્લેટફોર્મ સાથે શિખર ધવન જોડાયેલો છે અને તેનો પ્રચાર કરે છે.

હવે તેને આ અંગે તપાસ હેઠળ આવરી લેવાયો છે તે આ બેટીંગ એપ.માં મોડેલ કે પ્રચારક સિવાયની કોઈ ભૂમિકામાં છે કે કેમ તે પણ ચકાસાશે. ખાસ કરીને જે રીતે ક્રિકેટરો ઓનલાઈન બેટીંગને પ્રોત્સાહન આપે છે તેમાં અગાઉ પુર્વ ક્રિકેટર સુરેશ રૈનાની પણ પુછપરછ થઈ ચૂકી છે.

આ તમામ સામે મની લોન્ડ્રીંગ એકટ હેઠળ તપાસ ચાલુ છે અને તેમાં જો કોઈ વાંધાજનક નિકળશે તો શિખર ધવન સામે કેસ પણ નોંધાઈ શકે છે. એજન્સીઓનું માનવું છે કે આ પ્રકારના ઓનલાઈન સટ્ટેબાજીમાં મોટા પ્રમાણે મનીલોન્ડ્રીંગ થાય છે. એટલું જ નહી આ પ્રકારના એપ એ છેતરપીંડી પણ કરે છે અને ટેકસ ચોરી પણ કરે છે. જેના કારણે વ્યાપક રીતે તપાસ હાથ ધરાય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button