ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 8 September 2025 ,

તમામ રાશિના જાતકો માટે જુઓ સોમવાર( 8સપ્ટેમ્બર)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો ,

08-09-2025 સોમવાર, માસ-ભાદરવો, પક્ષ-વદ, તિથિ-એકમ, નક્ષત્ર-પૂર્વભાદ્રપદ, યોગ-શૂળ, કરણ-બાલવ સવારે 10:26 પછી કૌલવ, રાશિ-કુંભ (ગ.સ.શ.ષ.) બપોરે 2:26 પછી મીન (દ.ચ.ઝ.થ.) , 

મેષ (અ.લ.ઈ.)

પરિવારના સહયોગથી કાર્ય સફળ થાય, સમાજ કુટુંબમાં માન સન્માન વધે, જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય ,

વૃષભ (બ.વ.ઉ.)

આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ છે, ધંધામાં લાભ આર્થિક સધ્ધરતા મળે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય ગણાય, પરિવારમાં શાંતિ જણાય ,

મિથુન (ક.છ.ઘ.)

આર્થિક સ્થિતિ મજબૂત બને, પરિવારમાં મંગલ કાર્યનું આયોજન થાય, અગત્યના કાર્યોમાં અનુકૂળતા મળે, સંપતિ વાહન ખરીદવાના યોગ બને

કર્ક (ડ.હ.)

વડીલોના આશીર્વાદથી સફળતા મળે, પરિવારનું વાતાવરણ આનંદમય રહે, નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય

સિંહ (મ.ટ)

નવા કામકાજની શરૂઆતથી લાભ થાય, પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે, પોતાની મહેનત પરિશ્રમમાં ધ્યાન આપો, પૈતૃક જમીન જાયદાદમાં વડીલોની સલાહ લેવી

કન્યા (પ.ઠ.ણ.)

યોગ્ય ક્ષમતાને ઓળખી સફળતા મેળવો, પરિવારમાં શાંતિ જળવાય અનુકૂળતા રહે, સંતાનોના શ્રેય માટે મહત્વના નિર્ણયો લેવાય, આવકના દ્વાર ખુલે આકસ્મિક ધનલાભની સંભાવના છે

તુલા (ર.ત.)

આર્થિક સ્થિતિ મજબૂત બને, ધંધામાં ધનલાભની સંભાવના છે, મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ મળે, વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે

વૃશ્ચિક (ન.ય.)

કામકાજમાં જવાબદારી વધે, વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય, દાંપત્યજીવન આનંદમય રહે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધે

ધન (ભ.ધ.ફ.ઢ.)

સાહસ પરાક્રમથી સફળતા મળે, ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય, રાજકાજમાં વિજયની સંભાવના બને, નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદ પ્રાપ્તિની સંભાવના છે

મકર (ખ.જ.)

સંતાનોના પ્રશ્નમાં રાહત અનુભવાય, જમીન વાહન લેવા માટે સારો સમય છે, પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે, માતા મોસાળથી ઉત્તમ સ્નેહ વધે ,

 કુંભ (ગ.શ.સ.ષ.)

શત્રુ પક્ષથી સાવધાની રાખવી જરૂરી છે, કોર્ટ કચેરીના વિવાદિત કામથી અંતર રાખવું, મોટા ભાઈભાંડુ વડીલથી લાભ થાય, નાની મુસાફરીના યોગ સંભવે છે

મીન (દ.ચ.ઝ.થ.)

મનગમતા કામમાં વિશેષ ધ્યાન આપો, ધન સંબંધી ચિંતા હળવી થાય, સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી, પારિવારિક જીવનમાં વાણી દ્વારા કલેશ સંભવે

News Click 24

Poll not found

Related Articles

Back to top button