વર્ષ 2025નું બીજું અને છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ 9 સપ્ટેમ્બરની રાત્રે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોવા મળ્યું. આ વખતે 122 વર્ષ પછી ચંદ્રગ્રહણ અને પિતૃ પક્ષનો મહાસંયોગ બનતા તેની વિશેષતા વધુ વધી ગઈ હતી.
ભારતીય સમય મુજબ ગ્રહણ રાત્રે 09:58 વાગ્યે શરૂ થઈ 01:26 વાગ્યે પૂર્ણ થયું. કુલ 3 કલાક 28 મિનિટ સુધી ચાલેલા આ ગ્રહણમાં ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં આવી ગયો હતો.
વર્ષ 2025નું બીજું અને છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં જોવા મળ્યું. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બન્યું હતું. ભારતીય સમય મુજબ ગ્રહણ રાત્રે 09:58 વાગ્યે શરૂ થઈ 01:26 વાગ્યે પૂર્ણ થયું. કુલ 3 કલાક 28 મિનિટ સુધી ચાલેલા આ ગ્રહણમાં ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં આવી ગયો હતો. ચંદ્રગ્રહણનો ચરમ સમય 11:42 વાગ્યે હતો, જ્યારે ચંદ્ર લાલ રંગમાં દેખાતો “બ્લડ મૂન” બન્યો હતો.
આ વખતે ચંદ્રગ્રહણ પર એક વિશેષ સંયોગ પણ બન્યો હતો. લગભગ 122 વર્ષ પછી ચંદ્રગ્રહણ અને પિતૃ પક્ષ સાથે મળીને બન્યા હતા. આ કારણે દેશના વિવિધ ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. ખાસ કરીને પ્રયાગરાજના સંગમ ઘાટ પર હજારો ભક્તો ગંગાસ્નાન કરવા અને પિંડદાન માટે પહોંચ્યા હતા.
ચંદ્રગ્રહણ દરમિયાન દેશભરના અનેક શહેરોમાં આકાશમાં લાલ રંગનો ચંદ્ર સ્પષ્ટ જોવા મળ્યો. દિલ્હી-NCR, જયપુર, કોલકાતા, તિરુવનંતપુરમ, રાંચી, ગુવાહાટી સહિતના અનેક શહેરોમાં “બ્લડ મૂન” જોવા મળ્યો હતો. લોકો આ દુર્લભ ક્ષણના ફોટા અને વીડિયો પણ બનાવી રહ્યા હતા.
ખગોળશાસ્ત્રીઓના મતે, ચંદ્રગ્રહણને નરી આંખે જોવું સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેને જોવા માટે કોઈ ખાસ ચશ્માની કે ફિલ્ટરની જરૂર નથી. સૂર્યગ્રહણમાં જેમ આંખને નુકસાન થવાની શક્યતા હોય છે, તેમ ચંદ્રગ્રહણમાં નથી. હા, ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ દેખાય છે કારણ કે પૃથ્વીનો પડછાયો સૂર્યપ્રકાશને અવરોધે છે અને વાતાવરણમાંથી ફક્ત લાલ કિરણો ચંદ્ર સુધી પહોંચે છે.
હિંદુ માન્યતાઓ મુજબ ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક કાળ માનવામાં આવે છે. આ સમયે કોઈપણ શુભ કાર્ય કે પૂજા-પાઠ કરવામાં આવતો નથી. મંદિરોના દરવાજા પણ બંધ રાખવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, બદ્રીનાથ ધામના દરવાજા બપોરે 12:30 વાગ્યે જ બંધ કરી દેવામાં આવ્યા અને ગ્રહણ પુર્ણ થયા બાદ ફરી ખોલવામાં આવશે.
ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું?
- રસોઈ બનાવવી કે ખાવું નહીં.
- કોઈ નવું કામ કે ધાર્મિક વિધિ શરૂ ન કરવી.
- ભગવાનની મૂર્તિને સ્પર્શ ન કરવો.
- સગર્ભા સ્ત્રીઓએ છરી, સોય કે કાતર જેવા સાધનોનો ઉપયોગ ન કરવો.
- બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓને ઘરની બહાર ન નીકળવું જોઈએ.
ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું?
- ભજન, કીર્તન અને મંત્રજાપ કરવો.
- ગ્રહણ પહેલાં અને પછી સ્નાન કરવું.
- ગરીબોને ચોખા, ખાંડ, દૂધ, ઘી, કપડાં અથવા પૈસાનું દાન કરવું.
- ઘરમાં ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરવું.
જ્યોતિષીય અસર
જ્યોતિષીઓ માને છે કે આ ચંદ્રગ્રહણ ભારત માટે કેટલાક અશુભ સંકેતો આપી રહ્યું છે. ખાસ કરીને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કુદરતી આપત્તિઓ અથવા રાજકીય ઉથલપાથલ થઈ શકે છે. સાથે જ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધવાની શક્યતા છે.
જો કે કેટલીક રાશિઓ પર આ ચંદ્રગ્રહણ શુભ ફળ આપનારું માનવામાં આવે છે
- મેષ: બાકી રહેલા કામ પૂર્ણ થશે, વિવાદોમાંથી રાહત મળશે.
- વૃષભ: કારકિર્દીમાં પ્રગતિ થશે, સંપત્તિ સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
- કન્યા: આરોગ્યમાં સુધારો થશે, શત્રુઓ પરાજિત થશે.
- ધનુ: મોટી તક મળશે, સ્થાન પરિવર્તનની શક્યતા છે.


