અમેરિકી કંપનીઓના કોલ સેન્ટર ભારતમાં આવેલા છે : ટોચની આઈટી કંપનીઓ સહિતના કારોબારને મોટા નુકશાનની શકયતા
250 અબજ ડોલરથી વધુનો આ કારોબારમાં ભારતમાં લાખો લોકો રોકાયા છે અને જો તેના પર પ્રતિબંધ મુકવામાં આવે તો ઈન્ફોસીસ, ટીસીએસ, વીપ્રો જેવી કંપનીઓને પણ અસર થશે.

ભારત અને અમેરિકા વચ્ચે કયારેક ગરમ અને કયારેક ઠંડા સંબંધોમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વારંવાર તેમનો શુર બદલી રહ્યા છે તે વચ્ચે હવે તેમની નજરમાં અમેરિકામાં મોટાપાયે સર્વિસ આપતી ભારતની આઈટી કંપનીઓ હોવાનો સંકેત છે અને તે ભારતીય આઈટી કંપનીઓના આઉટસોર્સીંગ કામકાજ પર અમેરિકામાં પ્રતિબંધ મુકી શકે છે.
ટ્રમ્પના નજીક ગણાતા લોરા લુમર એ દાવો કર્યો કે ભારતમાં રહેલા કોલ સેન્ટર ફરી અમેરિકામાં શીફટ થાય તે જોવામાં આવશે. તેણે કહ્યું કે તમારે અંગ્રેજીમાં વાત કરવા માટે નંબર ટુ ડાયલ કરવાની જરૂર નહી રહે.
અનેક અમેરિકી કંપનીઓના કોલ સેન્ટર ભારતમાં છે અને તેની સેવાઓ જીવંત રૂપે આપવામાં આવે છે. 250 અબજ ડોલરથી વધુનો આ કારોબારમાં ભારતમાં લાખો લોકો રોકાયા છે અને જો તેના પર પ્રતિબંધ મુકવામાં આવે તો ઈન્ફોસીસ, ટીસીએસ, વીપ્રો જેવી કંપનીઓને પણ અસર થશે.
હાલમાં જ ટ્રમ્પના સલાહકાર પીટર નવારોએ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર આઉટસોર્સીંગ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. જો કે ટ્રમ્પે તે અંગે કોઈ ઈશારો આપ્યો નથી