જાણવા જેવું

શુભ બુધવાર સેન્સેકસ 64000, નિફટી 19000 નવી ટોચે

શેરબજારમાં ઓલરાઉન્ડ લેવાલીથી તમામ ક્ષેત્રોનાં શેરો ઉંચકાયા ડીસેમ્બર 2022 બાદ ઈન્ડેકસ નવી ઉંચાઈએ

મુંબઈ શેરબજારમાં તેજીનો ઝંઝાવાત સર્જાયો હોય તેમ ઓલરાઉન્ડ લેવાલીથી સેન્સેકસ તથા નીફટી નવી ઉંચાઈએ પહોંચ્યા હતા.સેન્સેકસ 64000 તથા નિફટી 19000 ને પાર કરી ગયા હતા. હવે રેકોર્ડ સ્તરે માર્કેટની ચાલ કેવી રહેશે તેના પર બ્રોકરો નિષ્ણાતોમાં વિરોધાભાસી સુર છે.

શેરબજારમાં આજે શરૂઆત જ તેજીનાં ગેપથી થઈ હતી. હેવીવેઈટ-રોકડા સહિત તમામ ક્ષેત્રનાં શેરોમાં ચોતરફ લેવાલીનાં માહોલ વચ્ચે તેજી આગળ ધપતી રહી હતી. વિદેશી નાણા સંસ્થાઓની ધુમ લેવાલી દેશભરમાં ચોમાસાના પ્રવેશથી અર્થતંત્રને મોટો લાભ થવાનો આશાવાદ ફુગાવામાં ઘટાડા સામે ઔદ્યોગીક ક્ષેત્રનાં પોઝીટીવ આંકડા જેવા કારણોથી તેજીને મજબુત ટેકો મળતો રહ્યો હતો.શેરબજારનાં જાણકારોમાં તેજી આગળ ધપવા વિશે વિરોધાભાસ રહ્યો છે.એક વર્ગના મતે તેજીનો નવો દોર શરૂ થયો છે. જયારે કેટલાંક નવી ઉંચાઈએથી કરેકણન શકય છે.

જીયોજીત ફાયનાન્સીયલના વી.કેવિજયકુમારના કહેવા પ્રમાણે ટુંકાગાળા માટે વર્તમાન માર્કેટ, વેલ્યુએશન ચિંતાનો વિષય છે.તેજીને કારણે નાના ઈન્વેસ્ટર વર્ગમાં આંધળુકીયા થવા લાગ્યા છે. ઉંચા મથાળે આંશીક નફો બાંધવાનું સલાહભર્યું છે.જોકે મોટી મંદી કે કડાકો થાય તેમ નથી. ચાર્ટીસ્ટોના કહેવા પ્રમાણે નિફટીએ ઓકટોબર 2021 માં નવી ઉંચાઈ બનાવી ત્યારે 36 ટકા ગયો હતો. ડીસેમ્બર 2022 માં નવો રેકોર્ડ સર્જયો ત્યારે 22 ટકાની વૃધ્ધિ હતી. હવે જુન 2023 માં નવી ઉંચાઈ નીફટીમાં, 10 ટકાના વધારાથી બની છે. નવી ઉંચાઈ બનવાનો સમયગાળો ઘટવા સાથે ઉછાળાની ટકાવારી પણ નીચી આવી રહી છે.

તે સૂચક છે. શેરબજારમાં આજે મોટાભાગનાં શેરોમાં ઉછાળો હતો. એશીયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ લાર્સન, મારૂતી, નેસલે, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક,ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઈટન, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, જે.એમ.ડબલ્યુ સ્ટીલ ઉંચકાયા હતા. કોટક બેંક, હીરો મોટો,એપોલો હોસ્પીટલમાં ઘટાડો હતો.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 572 પોઈન્ટના ઉછાળાથી 63988 હતો તે ઉંચામાં 64012 તથા નીચામાં 63554 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 180 પોઈન્ટના ઉછાળાથી 18996 હતો તે ઉંચામાં 1903 તથા નીચામાં 18861 હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button