નવા રંગરૂપમાં આવી રહ્યું છે કૌન બનેગા કરોડપતિ સીઝન-15
ભારતે બડી શાન સે દેખો સબ કુછ બદલ રહા હૈ

છેલ્લા 23 વર્ષથી લોકપ્રિય કવીઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ ની 15 મી સીઝનનું નવા રંગરૂપ સાથે આગમન થઈ રહ્યું છે.મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ શોનું અનોખુ આકર્ષણ છે.
આ 15 મી સીઝનનો પ્રોમો જાહેર થશે. જેમાં અમિતાભ બચ્ચન દેશમાં આવેલા પરિવર્તનનો દર્શાવવાની સાથે સાથે એ એલાન પણ કરે છે કે ‘કેબીસી’ 15 નવા રૂપમાં બદલાવ સાથે પાછુ ફરી રહ્યું છે.
પ્રોમોમાં અમિતાભ બચ્ચન બોલે છે ભારતે પરિવર્તન અપનાવ્યુ છે. એક એસો બદલાવ છે જે વિકાસને પ્રોત્સાહન આપે છે. એક બદલાવ જેણે આપણી માનસીકતાને ફરીથી બદલી નાખી છે અને એક બદલાવ જે નવી આકાંક્ષાઓને પ્રેરિત કરે છે.
ભારતમાં મોટી શાનથી, મોટા જ્ઞાનથી જુઓ બધું બદલાઈ રહ્યું છે અને આ પરિવર્તન દેશનો સૌથી મોટો ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ ’પ્રતિબીંબીત કરે છે.આ પ્રોમોમાં દેશમાં આવેલા પરિવર્તનોને કવિતામાં બંધાયેલા શબ્દોમાં દર્શાવાય છે.જેનું ગાયન અમિતાભ બચ્ચન કરે છે.
હજુ આ ગેમ શોનાં રજીસ્ટ્રેશન ખુલવાની તારીખ જાહેર નથી થઈ ઉલ્લેખનીય છે કે આ ગેમ શોની શરૂઆત વર્ષ 2000 માં થઈ હતી.