ધાર્મિક ભાઈચારાનો અદ્ભુત નમૂનો બંગાળમાં ઈદના દિવસે મુસ્લિમ બાળકી બની દૂર્ગા
મુસ્લિમોએ પહેલાં ઈદની નમાઝ પઢી અને ત્યાંથી સીધા મંદિરે પહોંચ્યા રિમ્શા નામની બાળકીને દૂર્ગા સ્વરૂપ નિહાળી સૌ અભિભૂત ચરણસ્પર્શ કરી આશીર્વાદ પણ લીધાં

ઉત્તરી કોલકત્તામાં દૂર્ગા પૂજાના આયોજકોએ ઈદ-ઉલ-અહિાં પર પોતાના સૌથી શુભ તહેવાર પૈકીના એક એવા ખુટી પૂજાનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો. આ પૂજાની ખાસ વાત એ રહી કે તેમાં છ વર્ષની મુસ્લિમ બાળકીને દૂર્ગાનું રૂપ આપવામાં આવ્યું અને તેની પૂજા પણ કરવામાં આવી હતી. બાળકીને પારંપરિક લાલ બનારસી સાડી, ફૂલનું મુગટ અને પારંપરિક આભૂષણોમાં દૂર્ગા બનેલી મુસ્લિમ બાળકીનાં ચરણસ્પર્શ કરીને તેના આશીર્વાદ લીધા હતા.
સમારોહના આયોજક બારાનગર ફ્રેન્ડસ એસોસિએશને કહ્યું તેમણે સમજી-વિચારીને બકરી ઈદના દિવસે દૂર્ગા બનાવવા માટે મુસ્લિમ બાળકી રિમ્સાને પસંદ કરી હતી જેથી આ કપરાં સમયમાં ધાર્મિક વિભાજનને ધૂંધળું બનાવી શકાય.
એસોસિએશનના પ્રમુખ અજૉય ઘોષે ઈદ પર ખુટી પૂજા આયોજિત કરવા અને પાડોશમાંથી મુસ્લિમ મીત્રોને આમંત્રિત કરવાનો વિચાર પ્રસ્તુત કર્યો હતો જેનું સમગ્ર એસોસિએશને સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે અમારે આ સમયમાં સાંપ્રદાયિક સદ્ભાવનો પ્રચાર કરવો હતો કેમ કે અમુક વર્ગ અત્યારે ધાર્મિક આધારે સમાજમાં તીરાડ પાડવાનું કામ કરી રહ્યા છે.
આ ઉપરાંત સિંથીના નૈનાન વિસ્તારમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈદનો પોશાક પહેરેલા અનેક મુસ્લિમોએ ભાગ લીધો હતો. જો કે ચર્ચા સૌથી વધુ નદીમ અલીની પુત્રી રિમ્શાની હતી. તેનો પોશાક સૌનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો હતો. જ્યારે નજીકના જ શ્રી શ્રી કાશીશ્ર્વર શિવ મંદિરમાં તેની પૂજા કરવામાં આવી હતી. રિમ્શાના પિતા નદીમ અલીએ કહ્યું કે થોડા દિવસ પહેલાં આ રીતે ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો હતો જેનું અમે પૂરું સમર્થન આપ્યું હતું.