સૌરાષ્ટ્ર – કચ્છ

જૂનાગઢ શહેરમાં 10 ઇંચ, ગિરનાર પર્વત પર 12 ઇંચ વરસાદ વરસ્યો, નદી-નાળા અને ઝરણાં વહેતા થયા, ક્યાંક મકાન તો ક્યાંક ખેતરો થયા જળમગ્ન

જૂનાગઢમાં 10 ઇંચ, સૂત્રાપાડામાં 8 ઇંચ તો વેરાવળમાં 6 ઇંચ, અત્ર-તત્ર-સર્વત્ર મેઘમહેર થતા સૌરાષ્ટ્ર પાણી-પાણી

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ તરફ જુનાગઢ શહેરમાં 10 ઇંચ, ગિરનાર પર્વત પર 12 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને લઈ નદી-નાળા અને ઝરણાં વહેતા થયા છે. આ તરફ ગિરનાર પર્વત પરના ધોધ જીવંત બન્યા છે.

જુનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોઇ ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યો છે. આ તરફ ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ બની છે.

સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ 
સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદની સ્થિતિ વચ્ચે જુનાગઢ શહેરમાં 10 ઇંચ, ગિરનાર પર્વત પર 12 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વેરાવળમાં 6 ઇંચ, સુત્રાપાડા 8 ઇંચ, કોડીનારમાં 3.5 ઇંચ, અમરેલી શહેરમાં 3 ઇંચ, ગ્રામ્ય વિસ્તારમાં 4થી 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

આ સાથે સૌરાષ્ટ્રના ઉપલેટા, ધોરાજીમાં 6 ઇંચ અને જેતપુર, ગોંડલમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. આ તરફ તાલાલા પંથકમાં 2 ઇંચ, ચોટીલામાં 4 ઇંચ વરસ્યો છે. આ સાથે ઉનામાં 5 ઇંચ, વિસાવદરમાં 8 ઇંચ અને મહુવામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈ નદી-નાળા છલકાઈ ગયા છે. આ તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં મુશળધાર  પડી રહ્યો છે. આ તરફ જૂનાગઢમાં એક દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જુનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોઇ ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યું હોય તેવો નજારો સામે આવ્યો છે. આ તરફ ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. આ તરફ ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ બની છે.

જુનાગઢનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો હોવાનું સામે આવ્યું છે. તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.જેને લઈ વંથલી, કણજા, આખા, ટીનમસ, ટીકરી, પાદરડી, માણાવદરના પીપલાના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.  જૂનાગઢમાં એક જ દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યું હોય તેવો નજારો જોવા મળ્યો છે. ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. આ તરફ ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેને લઈ હવે યાત્રીઓ મુશળધાર વરસાદમાં પણ યાત્રા કરવા પહોંચ્યા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button