બ્રેકીંગ ન્યુઝ

મુખ્યમંત્રી રાજીનામું આપે તેવા અણસાર: 59 દિવસથી સળગી રહ્યું છે મણિપુર, આખરે BJP હાઇકમાન્ડે આદેશ આપ્યા હોવાના સંકેત

મણિપુરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આજે રાજ્યપાલને મળી શકે છે આ સાથે જ તેમનું રાજીનામું આપી શકે છે

હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

રાજ્યમાં ચાલી રહેલા સંકટ વચ્ચે હાલ મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આજે રાજ્યપાલને મળી શકે છે અને તેમનું રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિરેન સિંહ આજે બપોરે લગભગ 1 વાગ્યે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને પોતાનું રાજીનામું સોંપશે.

રાજ્યમાં 59 દિવસની અશાંતિ ચાલી રહી છે
જણાવી દઈએ કે રાજ્યમાં 59 દિવસની અશાંતિ ચાલી રહી છે અને તેઓ શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહ્યા છે. હાલ મળતી જાણકારી અનુસાર  બિરેન સિંહને રાજીનામું આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અથવા કેન્દ્ર હસ્તક્ષેપ કરશે અને સત્તા સંભાળશે. આ પછી મુખ્યમંત્રી પાસે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

બિરેન સિંહે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી
આ પહેલા રવિવારે સીએમ એન બિરેન સિંહે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ પછી ચર્ચાનું બજાર ગરમાયું હતું. શનિવારે જ ગૃહમંત્રી શાહે મણિપુરની સ્થિતિને લઈને 18 પક્ષો સાથે સર્વપક્ષીય બેઠક યોજી હતી. બેઠકમાં સપા અને આરજેડીએ મણિપુરના સીએમ બિરેન સિંહના રાજીનામાની માંગ કરી હતી. આ સાથે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પણ માંગ કરવામાં આવી હતી.

મણિપુરમાં શાંતિ જાળવવા માટે તમામ શક્ય પગલાં લેશે
સીએમ બિરેન સિંહે ટ્વીટ કરીને ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત અંગે જાણકારી આપી છે. તેમાં લખ્યું છે કે આજે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ તેમણે મણિપુરમાં જમીની સ્તરની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. અમિત શાહ જીની કડક દેખરેખ હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારો છેલ્લા અઠવાડિયામાં મોટા પ્રમાણમાં હિંસા પર કાબૂ મેળવવામાં સફળ રહી છે. બિરેન સિંહે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું છે કે માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીએ ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ જાળવવા માટે તમામ શક્ય પગલાં લેશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button