ગુજરાત

ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાને લઈને આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષા માટે ઉમેદવારો 5 જુલાઈથી 15 જુલાઈ સુધી ફોર્મ ભરી શકશે.

TATની પરીક્ષાની તારીખો જાહેર - 6 ઓગસ્ટે પ્રાથમિક પરીક્ષાનું આયોજન

છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાની તારીખો જાહેરકરી દેવામાં આવી છે. જે મુજબ આગામી 6 ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) લેવામાં આવશે. જ્યારે 17 સેપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) યોજાશે.

પરીક્ષાને લઈને આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) TAT-HIGHER SECONDARY  પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. TATની પરીક્ષા માટે 5 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 5 જુલાઈથી 17 જુલાઈ સુધી ફી સ્વીકાર કરવામાં આવશે. ઉમેદવારો http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેકિંગ મારફત ફી ભરી શકશે.

નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે પરીક્ષા
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) 6 ઓગસ્ટના રોજ લેવાશે. જ્યારે 17 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ)નું આયોજન કરાયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા અંગે જાહેરાત કરી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે.

25 જૂને યોજાઈ હતી TATની મેઈન્સ એક્ઝામ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 25 જૂનના રોજ માધ્યમિક માટે TATની મુખ્ય પરીક્ષાનું આયોજન કરાયું હતું.  અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં પરીક્ષા યોજાઈ હતી. પ્રિલિમ પરીક્ષામાં પાસ થનારા 60 હજાર ઉમેદવારો આ પરીક્ષામાં સામેલ થયા હતા. રાજ્યના કુલ 225 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. સવારે 10.30થી 1 વાગ્યા સુધી ભાષા સજ્જતાના પેપરની પરીક્ષા યોજાઈ હતી. જ્યારે  બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું પેપર લેવાયું હતું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button