વિશ્વ

પુતિનની હત્યાનું કાવતરું જે પુલ પરથી પસાર થવાના હતા ત્યાંથી મળ્યો બૉમ્બ

કથિત રીતે પુલની નીચે નદીમાં વિસ્ફોટક પાથરીને હત્યાનું કાવતરું રચ્વામાં આવ્યું હતું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મૉસ્કોના એક પુલ પર હત્યાના કાવતરાને કથિત રીતે રશિયન સિક્રેટ સર્વિસે નિષ્ફળ બનાવી દીધી છે. કથિત રીતે પુલની નીચે નદીમાં વિસ્ફોટક પાથરીને હત્યાનું કાવતરું રચ્વામાં આવ્યું હતું જેના પરથી રશિયન રાષ્ટ્રપતિ અને તેમનો કાફલો પસાર થવાનો હતો.

ટેલિગ્રામ ચેનલ વીસીએચકે-ઓજીપીયુના જણાવ્યા પ્રમાણે ટોચની રશિયન અધિકારીઓની સુરક્ષા માટે જવાબદાર ફેડરલ પ્રોટેક્શન સર્વિસ (એફએસઓ)નો દાવો છે કે તેણે પુલને ઉડાવી દેવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે.

ડેલીસ્ટારના અહેવાલ પ્રમાણે ટેલિગ્રામ ચેનલે દાવો કર્યો છે કે અજાણ્યા પુલ નીચે વિસ્ફોટક રખાયા હોવાની શંકા હતી જેના પરથી પુતિનનો કાફલો પસાર થાય તેવી શક્યતા હતી. મનાય રહ્યું છે કે આ અજાણ્યા પુલ ક્રેમલિન અને મોસ્કો બહાર પુતિનના સત્તાવાર આવાસના રસ્તા પર આવેલો છે.

વીસીએચે-ઓજીપીયુ પોસ્ટ પ્રમાણે એફએસઓ એક હોડીથી મોસ્કવા નદીના કાંઠે રખાયેલા વિસ્ફોટકો દ્વારા પુતિનની હત્યાના કાવતરા અંગે તપાસ કરી રહી હતી. સુરક્ષા સેવાના એક અધિકારીએ પુલ નીચે એક શંકાસ્પદ હોડી પડી હોવાની બાતમી આપી હતી.

અહેવાલોમાં એવો દોવો પણ કરવામાં આવ્યો છે કે પુલ પર ગાડીઓની અવર-જવરને કારણે શંકાસ્પદ હોડીને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેને લોકોએ પાણીમાં પ્રવેશ કરતી જોઈ હતી. કહેવાઈ રહ્યું છે કે સુરક્ષા એજન્સીઓએ હોડીના ચાલક પાસે પૂરાવાની તપાસ કરી જેમાં જણાવાયું કે તેઓ પુલને રિપેર કરી રહ્યા હતા. અહેવાલોમાં વિસ્ફોટકોના મળવા અથવા કોઈ લોકોના સામેલ હોવા અંગે જાણકારી આપવામાં આવી નથી.

અમુક અહેવાલો આ ઘટનાને પુતિનની હત્યાનું કાવતરું ગણાવી રહ્યા છે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે રશિયા યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યું છે અને તાજેતરમાં જ વેગનર ગ્રુપ દ્વારા તખ્તાપલટની કોશિશ નાકામ થઈ છે. વિદ્રોહની આશંકાઓને પગલે પુતિને પોતાની વ્યક્તિગત સુરક્ષા વધારી દીધી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button