શરદ પવારને બધી ખબર જ હતી સુપ્રિયા સુલે કેન્દ્રમાં બનશે મંત્રી NCPની આગમાં ઘી હોમતાં દાવાથી હડકંપ
અજિત પવારનાં આ બળવા બાદ MVA મહાવિકાસ અઘાડીમાં પણ વિવાદો શરૂ થઈ ગયાં છે

મહારાષ્ટ્રનાં રાજકારણમાં ઉથલપાથલ MNS પ્રમુખ રાજ ઠાકરેનું નિવેદન કહ્યું પવારનો આ પોલિટિકલ ડ્રામા
અજિત પવારે રવિવારે પોતાના કાકાશરદ પવાર અને NCPનો સાથ છોડીને શિંદે સાથે હાથ મળાવ્યો. જે બાદ મહારાષ્ટ્ર રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ સર્જાઈ છે. હવે સવાલ એ છે કે શું શરદ પવારને અજિત પવારનાં આ નવા દાવ વિશે જાણ હતી? આ પ્રશ્નનો ખુલાસો કરતાં MNS મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે.
પવારનો પોલિટિકલ ડ્રામા
MNC ચીફ રાજ ઠાકરેએ કહ્યું કે’ શરદ પવાર કહે છે કે તેમને આ બાબતે કંઈ ખબર નહોતી. એવું શક્ય જ નથી કે અજિત પવારનાં આ પગલાં વિશે શરદ પવારને જાણ ન હોય. દિલીપ વલસે-પાટિલ, પ્રફુલ્લ પટેલ, છગન ભુજબલ જેવા નેતા તેમના કહ્યાં વગર જશે નહીં. જો કાલે સુપ્રિયા સુલે કેન્દ્રમાં મંત્રી બની જાય છે તો પણ મને આશ્ચર્ય નહીં થાય. આ બધો જ પવારનો પોલિટિકલ ડ્રામા છે. આજે રાજ્યમાં કોણ કોનું દુશ્મન છે એ જ ખબર નથી પડી રહી.’
મહારાષ્ટ્રમાં છેલ્લાં 2.5 વર્ષોથી આ પ્રકારનું રાજકારણ
રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લાં 2.5 વર્ષોથી જે રાજકારણ ચાલી રહ્યું છે તે દિવસેને દિવસે ખરાબ થઈ રહ્યું છે. તેમાંથી મતદાતાઓ પાસે આપવા કે લેવા માટે કંઈ જ નથી. કોઈપણ પાર્ટીનાં તમામ કટ્ટર મતદાતાઓ ભૂલી ગયાં છે કે તે એ પાર્ટીનાં મતદાતા શા માટે હતાં.
બળવા બાદ મહાવિકાસ અઘાડીમાં પણ વિવાદ શરૂ
અજિત પવારનાં આ બળવા બાદ MVA મહાવિકાસ અઘાડીમાં પણ વિવાદો શરૂ થઈ ગયાં છે. નવો સવાલ એ છે કે હવે વિપક્ષ નેતા કયા પાર્ટીનાં હશે, કારણ કે અજિત પવાર જે અત્યાર સુધઈ વિપક્ષનાં નેતા હતાં તે હવે સરકારમાં શામેલ થઈ ગયાં છે. કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટે નેતા વિપક્ષની સીટનો દાવો ઠોકતાં કહ્યું કે જે પાર્ટીની પાસે સૌથી વધારે ધારાસભ્યો હશે તેમનો જ નેતા વિપક્ષનાં પદ માટે દાવેદાર રહેશે.
9 ધારાસભ્યોને અયોગ્ય કરાર
NCPની સમિતિએ અજિત પવાર સહિત કુલ 9 ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવા માટે પ્રસ્તાવ મૂક્યો . આ તમામ ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિયો કરવાનાં આરોપમાં અયોગ્ય કરાર કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં NCP શરદ પવારે પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી નિકાળી દીધાં છે.