ભારત

શાહબાઝ શરીફ સામે PM મોદીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો, SCO સમિટમાં ઉઘાડું પડ્યું પાકિસ્તાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની વર્ચ્યુઅલ શિખર સંમેલનની મેજબાની કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની વર્ચ્યુઅલ શિખર સંમેલનની મેજબાની કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ આતંકવાદને લઈને પાકિસ્તાનનો ચહેરો દુનિયાના તમામ મોટા નેતાઓની સામે બેનકાબ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, આતંકવાદ કોઈપણ પ્રકારનો હોય, આપણે તેની સામે સાથે મળીને લડવું પડશે. ખાસ વાત એ છે કે જ્યારે પીએમ મોદી આતંકવાદ પર પાડોશી દેશને ઠપકો આપી રહ્યા હતા ત્યારે આ વર્ચ્યુઅલ સમિટમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ હાજર હતા.

પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે, કેટલાક દેશો તેમની નીતિઓનો સાધન તરીકે સરહદ પારના આતંકવાદનો ઉપયોગ કરે છે. આતંકવાદીઓને આશ્રય આપે છે. SCOએ આવા દેશોની ટીકા કરતા અચકાવું જોઈએ નહીં. આ વર્ચ્યુઅલ મીટિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત SCO દેશોના પ્રમુખ પણ હાજર હતા.

આતંકવાદ વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો’
પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો છે. આ પડકારને પહોંચી વળવા માટે નિર્ણાયક પગલાં લેવા જરૂરી છે. આતંકવાદ કોઈપણ સ્વરૂપમાં હોય આપણે તેની સામે સાથે મળીને લડવું પડશે.

અફઘાનિસ્તાનની જમીનનો દુરુપયોગ ન થવો જોઈએ -પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, ભારત અને અફઘાનિસ્તાનના લોકો વચ્ચે સદીઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધો છે. છેલ્લા બે દાયકામાં અમે અફઘાનિસ્તાનના આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપ્યું છે. 2021ની ઘટનાઓ પછી પણ અમે માનવતાવાદી સહાય મોકલી રહ્યા છીએ. તેમણે કહ્યું કે એ જરૂરી છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાડોશી દેશોમાં અસ્થિરતા ફેલાવવા અથવા કટ્ટરપંથી વિચારધારાઓને પ્રોત્સાહન આપવા માટે ન થાય.

પીએમ મોદીએ કહ્યું, આપણે સાથે મળીને વિચારવું જોઈએ કે શું આપણે એક સંગઠન તરીકે આપણા લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં સક્ષમ છીએ? શું આપણે આધુનિક પડકારોને પહોંચી વળવા સક્ષમ છીએ? શું SCO એવી સંસ્થા બની રહી છે જે ભવિષ્ય માટે સંપૂર્ણપણે તૈયાર છે

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button