ગુજરાત

આસારામની પત્નિ-પુત્રીને પણ જેલ થશે હાઈકોર્ટે નોટીસ ફટકારી

બળાત્કાર કેસમાં મદદગારીનાં ગુનામાં છોડી મુકવાના કોર્ટનાં ચુકાદા સામે સરકારની અપીલ

યૌન શોષણ-બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપુનાં પત્નિ પુત્રી તથા ત્રણ મહિલા અનુયાયીઓને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. આ કેસમાં અગાઉ તેઓને મુકત કરાયા હતા જયારે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટીસ એ.વાય. કોગજે તથા જસ્ટીસ હસમુખ સુથારની ડીવીઝન બેંચે આસારામની પત્નિ લક્ષ્મીબેન તથા પુત્રી ભારતી સહીત પાંચને નોટીસ જારી કરી છે. અપીલ દાખલ કરવામાં 29 દિવસનાં વિલંબની નોંધ કરીને પ્રતિવાદીઓને નોટીસ ફટકારવામાં આવી છે. ગાંધીનગરની એક અદાલત દ્વારા 2013 માં યુવતી પર બળાત્કારનાં કેસમાં આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. પીડીતા આશ્રમમાંથી નાસી છુટી તે પૂર્વે 2001 થી 2007 દરમ્ન અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.

તેમની પત્નિ-પુત્રી પર મદદગારી તથા ઉશ્કેરણીઓનો આરોપ હતો જોકે પુરાવાના અભાવે તેઓને છોડી મુકવામાં આવ્યા હતા. રાજય સરકારે આ ચુકાદા સામે અપીલ કરવાનો નિર્ણય લીધો હતો અદાલતે છોડી મુકેલ 6 માંથી 5 સામે અપીલ દાખલ કરવામાં આવી છે.81 વર્ષિય આસારામ 2013 થી જોધપુર જેલમાં છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button