બ્રેકીંગ ન્યુઝ

4 મહિના બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો, હવે પ્રતિ સિલિન્ડર તમારે ચૂકવવા પડશે આટલા રુપિયા

શમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે, આ દિવસોમાં દેશમાં ટામેટાના ભાવ આસમાને છે. દરમિયાન હવે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ મોંઘા થઈ ગયા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીએ આજે ​​સવારે કોમર્શિયલ એલપીજીના ભાવમાં વધારો કરી દીધો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાનો વધારો કર્યો છે. જે બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1,773 રૂપિયાથી વધીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ચાર મહિના પછી ભાવમાં વધારો થયો

છેલ્લાં ચાર મહિનાથી ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ઘટાડો કરીને ગ્રાહકોને રાહત આપવામાં આવી રહી હતી, પરંતુ આજથી ભાવમાં થોડોક વધારો થયો છે. 1 માર્ચ, 2023ના રોજ સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા હતી. જે પછી એપ્રિલમાં તે ઘટીને 2028 રૂપિયા, મેમાં 1856.50 રૂપિયા અને 1 જૂને 1773 રૂપિયા થઈ હતી. હવે ચાર મહિના બાદ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૂ.7નો વધારો કરવામાં આવ્યો છે.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાવસાયિક હેતુ માટે થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ચાર મહિના પછી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં નજીવો વધારો કર્યો છે. પરંતુ ઘરેલુ રસોઈ માટે ઉપયોગમાં લેવાતા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના તમામ રાજ્યોમાં 14 કિલોનું LPG સિલિન્ડર 1100 રૂપિયાથી વધુમાં મળી રહ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button