ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે C R પાટીલ યથાવત મળ્યા આ મોટા સંકેત
ભાજપે 4 રાજ્યના પ્રદેશ પ્રમુખોની નિમણૂંક કરી છે

ભાજપે 4 રાજ્યના પ્રદેશ પ્રમુખોની નિમણૂંક કરી છે. પંજાબ, તેલંગાણા, ઝારખંડમાં પ્રેદશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી છે જ્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલને યથાવત રાખવાના હોય તેવા સંકેત સામે આવ્યા છે. સુનિલ જાખડને પંજાબના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે જ્યારે જી.કિશન રેડ્ડીને તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે તેમજ બાબુલાલ મરાંડીને ઝારખંડના અધ્યક્ષ બનાવાયા છે.
ગુજરાતમાં સી આર પાટીલને યથાવત રખાય તેવા સંકેત
ભાજપે ચાર રાજ્યોના અધ્યક્ષ બદલી નાખ્યાં છે પરંતુ ગુજરાતના ભાજપ અધ્યક્ષ તરીકે સી આર પાટીલને યથાવત રખાય તેવા સંભાવના છે.
લોકસભાની ચૂંટણી પહેલા મોટો ફેરફાર
લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ભાજપે ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો બદલી નાખ્યા છે. આ રાજ્યોમાં પંજાબ, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સામેલ છે. ભાજપે સુનિલ જાખડને પંજાબના, બાબુલાલ મરાંડીને ઝારખંડના, પી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશના અને જી કિશન રેડ્ડીને તેલંગાણાના અધ્યક્ષ બનાવ્યાં છે. ભાજપે બાબુલાલ મરાંડી અને સુનીલ જાખડને ઝારખંડની જવાબદારી પંજાબને સોંપી છે. આ ઉપરાંત રાજેન્દ્ર આતિલાને ચૂંટણી પ્રબંધન સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.