ગુજરાત

બનાસકાંઠા ડીસામાં પરિવારના 7 સભ્યોએ પીધી ઝેરી દવા

તમામને સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા માલગઢ ગામે એક જ પરિવારના 7 સભ્યોએ ગટગટાવી ઝેરી દવા

બનાસકાંઠા જિલ્લામાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. બનાસકાંઠાના ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. હાલ તમામને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુરની સરકારી હોસ્પિટલમાં તમામની સારવાર ચાલી રહી છે.

ડીસાના માલગઢ ગામમાં બુધવારે રાત્રે એક જ પરિવારના 7 સભ્યોએ જંતુનાશક દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે, જે મુજબ ઘરના મોભી એવા પિતાએ જ બાળકો તથા દાદીને લસ્સીમાં ઝેરી દવા નાખીને પીવડાવી દીધી હતી. ઘટના બાદ તમામ અસરગ્રસ્તોને ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીંથી બાદમાં તમામને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વિગતો મુજબ આ ઘટનામાં પિતા તથા એક પુત્રની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે, એવામાં તેમને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરિવારના આપઘાતના પ્રયાસનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

પરિવારમાં તાજેતરમાં થયું હતું પત્નીનું નિધન
ડીસા તાલુકાના માલગઢ ગામમાં વાલ્મિકી પરિવારના દાદી-પિતા તથા પાંચ સંતાનોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિગતો મુજબ, મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા વ્યક્તિની પત્નીનું તાજેતરમાં જ મોત થયું હતું. પરિવારમાં બે દીકરી અને 3 દીકરા તથા દાદી સાથે તે રહેતો હતો. બુધવારે મોડી રાત્રે તમામ લોકોએ જંતુનાશક દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો તથા સંબંધીઓ દોડી આવ્યા હતા અને તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી.

તમામ અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરીને મદદ માગવામાં આવી હતી. જે બાદ 108માં તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હજુ સુધી પરિવારે સામુહીક આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગેનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ દોડતી થઈ હતી અને આપઘાતનું કારણ જાણવા માટે તજવીજ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે એક પર પરિવારના 7 લોકોએ જંતુનાશક દવા પી લી ધી છે. માતા-પિતા અને બાળકો સહિત 7 લોકોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા આખા ગામમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ પણ માલગઢ ખાતે દોડી આવી હતી. તમામને સારવાર માટે પહેલા ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાર બાદ તેઓને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અહીં સાતેય સભ્યોની સારવાર ચાલી રહી છે.

તમામ અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરીને મદદ માગવામાં આવી હતી. જે બાદ 108માં તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હજુ સુધી પરિવારે સામુહીક આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગેનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ દોડતી થઈ હતી અને આપઘાતનું કારણ જાણવા માટે તજવીજ હાથ ધરી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button