મહારાષ્ટ્ર

મુંબઈ હુમલાના આરોપી રાણાને તાકીદે ભારતને સોંપો બાઈડેન સરકારની કોર્ટમાં અપીલ

2008 ના મુંબઈમાં આતંકી હુમલાના આરોપી અને પાકિસ્તાની મુળનાં તહવ્વુર રાણાનું ભારતને ઝડપથી પ્રત્યાર્પણ કરવા અમેરીકાની બાયડન સરકારે કોર્ટમાં અરજી દાખલ કરી છે.

અગાઉ અમેરીકી કોર્ટે રાણાની ભારતને પ્રત્યાર્પણ કરવાની અપીલ માની હતી જેની સામે રાણાએ અરજી કરી હતી

2008 ના મુંબઈમાં આતંકી હુમલાના આરોપી અને પાકિસ્તાની મુળનાં તહવ્વુર રાણાનું ભારતને ઝડપથી પ્રત્યાર્પણ કરવા અમેરીકાની બાયડન સરકારે કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની મુળનાં તહવ્વુર રાણાને મે મહિનામાં જ ભારતને સોંપવાનો આદેશ અમેરીકી અદાલતે આપ્યો હતો પરંતુ રાણાએ તેની સામે અરજી દાખલ કરીને પ્રત્યાર્પણનો વિરોધ કર્યો છે.

અમેરિકાનાં એટર્ની ઈ માર્ટીન બાઈડન સરકાર તરફથી કેલીફોર્નીયાની સેન્ટ્રલ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી કે તહવ્વુર રાણાની અરજી ફગાવી દેવામાં આવે અમેરિકી એટોર્નીએ કહ્યું હતું કે અરજદાર એ સાબીત કરવામાં નિષ્ફળ છે કે ભારતની પ્રત્યાર્પણ અપીલમાં પુરાવાનો અભાવ છે.ઉલ્લેખનીય છે કે રાણાએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે ભારત તેના પર જે કેસ ચલાવવા માંગે છે તેવા કેસમાં અમેરિકાની ઈલિનોઈસ અદાલતે તેને છોડી મુકયા છે.ભારતે તેની સામે જે આરોપ લગાવ્યા છે. દસ્તાવેજ રજુ કર્યા છે. તેથી સાબીત નથી થતુ કે જે આરોપ લગાવાયા છે તે અપરાધ તેણે કર્યા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button