હવે આઈટી રિટર્ન, પ્રોવિડન્ટ ફંડ સ્ટેટમેન્ટ અને પાસપોર્ટ પણ ડીજી લોકરમાં
ડીજી લોકર એ અત્યંત ઉપયોગી એપ્લીકેશન સાબીત થઈ રહ્યું છે

ભારતમાં આધાર, પાનકાર્ડ તેમજ ડ્રાઈવીંગ લાયસન્સ સહિતના ડોકયુમેન્ટને ડીઝીટલ સ્વરૂપે સાચવવા માટે ડીજી લોકર સીસ્ટમ અમલી બની છે અને તે માન્ય પણ છે અને ડીજી લોકરમાં જે ડોકયુમેન્ટ છે તે ડીઝીટલ સ્વરૂપે ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકાય છે અને હવે તેમાં આગામી સમયમાં આવકવેરા રિટર્ન, પ્રોવિડન્ટ ફંડ, સ્ટેટમેન્ટ, પાસપોર્ટ, વોટર આઈડી અને મનરેગા કાર્ડ સહિતના ડોકયુમેન્ટ પણ ડીઝીટલ સ્વરૂપે તમે સાચવી શકો તે નિશ્ચીત કરાશે.
ડીજી લોકર એ અત્યંત ઉપયોગી એપ્લીકેશન સાબીત થઈ રહ્યું છે અને હાલ દેશમાં 17 કરોડથી વધુ લોકો આ ડીજી લોકરનો ઉપયોગ કરે છે અને અત્યાર સુધીમાં 5.62 અબજ ડોકયુમેન્ટ અપલોડ થયા છે જેમાં મોટાભાગે આધાર, પાનકાર્ડ અને ડ્રાઈવીંગ લાયસન્સનો સમાવેશ થાય છે. તબકકાવાર તેમાં યુનિ. ડીગ્રી સહિતના ડોકયુમેન્ટ પણ ઉમેરાશે અને જેમ જેમ વધારે ડોકયુમેન્ટ ડીઝીટલ થતા જાય તેમ તેમ તે ડીજી લોકરમાં સમાવવા વ્યવસ્થા પણ કરાશે.