ટેકનોલોજી

લોંચ 11 વર્ષ બાદ માર્ક ઝકરબર્ગનું પહેલું ટ્વિટ, એલન મસ્કને ટ્રોલ કર્યા

બિલ્યોનેર માર્ક ઝકરબર્ગે આખરે ટેક્સ્ટ-આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Threads લોંચ કર્યું છે

બિલ્યોનેર માર્ક ઝકરબર્ગે આખરે ટેક્સ્ટ-આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Threads લોંચ કર્યું છે. આ એપ એલન મસ્કના ટ્વિટરનું હરીફ છે. મેટા માલિક માર્ક ઝકરબર્ગે કહ્યું કે થ્રેડ્સ એપ્લિકેશન એપસ્ટોરમાંથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. Metaના CEO માર્ક ઝકરબર્ગે 11 વર્ષ પછી ટ્વિટ કર્યું છે અને પોતાના ટ્વિટમાં તેમણે ટ્વિટરના માલિક એલન મસ્કને ટ્રોલ કર્યા છે. માર્ક ઝકરબર્ગે તાજેતરમાં તેમનું નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Threads – થ્રેડ્સ લોન્ચ કર્યું છે જે ટેક્સ્ટ આધારિત એપ્લિકેશન છે. થ્રેડ્સ મોટાભાગે ટ્વિટર જેવું જ છે. લોકોને ફોલો કરવા અને રિ – થ્રેડ કરવાનો પણ તેમાં વિકલ્પ છે. લોન્ચ થયાના માત્ર બે કલાકની અંદર 2 મિલિયન લોકોએ થ્રેડ્સ એપ ડાઉનલોડ કરી છે.

ઝકરબર્ગ 2009માં ટ્વિટર સાથે જોડાયા હતા

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે આમ તો 2009માં ટ્વિટ કર્યું હતું. પરંતુ, ઘણાં સમયથી તેઓ ટ્વિટર પર એક્ટિવ ન હતા. તેમણે છેલ્લું ટ્વિટ 18 જાન્યુઆરી, 2012ના રોજ કર્યું હતું અને ત્યાર બાદ તેમણે આજે એટલે કે 6 જુલાઈએ ટ્વિટ કર્યું છે. તેમણે એક ફોટો ટ્વિટ કર્યો છે જેમાં બે સ્પાઈડરમેન દેખાઈ રહ્યા છે. થ્રેડ્સ મોટાભાગે ટ્વિટર જેવું જ છે. લોકોને ફોલો કરવા અને રિ – થ્રેડ કરવાનો પણ તેમાં વિકલ્પ છે. લોન્ચ થયાના માત્ર બે કલાકની અંદર 2 મિલિયન લોકોએ થ્રેડ્સ એપ ડાઉનલોડ કરી છે.

Threads એપ શું છે?

Threads એપને ઇન્સ્ટાગ્રામની ટીમ દ્વારા જ વિકસાવવામાં આવ્યું છે. થ્રેડ્સમાં રિયલ ટાઇમ ફીડ પણ ઉપલબ્ધ હશે. થ્રેડ્સના ફીચર્સ અને ઈન્ટરફેસ મહદઅંશે ટ્વિટર જેવા જ છે. Threadsને હવે ભારતમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. Threads ગૂગલ પ્લે-સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમારી પાસે પહેલેથી જ ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક છે એટલે કે જો તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પહેલેથી જ વેરિફાઇડ હોય તો Threads એકાઉન્ટ ઑટોમૅટિક જ વેરિફાઈડ થઈ જશે.

ટ્વિટર પર યુઝર્સ માટે લિમિટ

એલન મસ્કે કહ્યું છે કે બ્લુ ટિક ધરાવતા યુઝર્સ દરરોજ 6000 પોસ્ટ જોઈ અથવા વાંચી શકશે, જ્યારે બ્લુ ટીક વગરના લોકો માટે આ મર્યાદા માત્ર 600 પોસ્ટ્સ સુધીની છે. એલન મસ્કે જણાવ્યું હતું કે આ એક કામચલાઉ વ્યવસ્થા છે જેને મોટા પાયે ડેટા ચોરી અને સિસ્ટમની હેરાફેરી અટકાવવા માટે લાગુ કરવામાં આવી છે. દરમિયાન, ટ્વિટરના યુઝર્સમાં ઘટાડો થયો હોવાના સમાચાર છે અને Mastodon, Bluesky અને Spillના યુઝર્સમાં સતત વધારો થઈ રહ્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button