ભારત

નાણામંત્રાલયમાં નવો ચહેરો મોટા નિર્ણયની તૈયારી

મોદી સરકારની કેબીનેટ પુન રચનાને આખરી ઓપ અપાયો નિર્મલા સીતારામનને હવે તામિલનાડું પર ફોકસ કરવા જણાવાઈ શકે

આગામી તા.19થી પ્રારંભ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પુર્વે કેન્દ્રીય કેબીનેટમાં ફેરફારના શરૂ થયેલા કાઉન્ટડાઉનમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ-ફાઈવ-કેબીનેટ પોર્ટફોલિયોમાં પ્રથમ વખત નાણામંત્રાલયમાં એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યા હોવાના સંકેત છે. પાટનગરના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આ કેબીનેટ ફેરફાર રાજય કક્ષાએ અને વ્યાપક હશે અને બે-ત્રણ કેબીનેટ મંત્રીઓને પણ ‘સંગઠન’ના કામ માટે રજા અપાશે.

મોદી સરકારની કેબીનેટ પુન:રચનાને ‘આખરી ઓપ’ અપાયો: નિર્મલા સીતારામનને હવે તામિલનાડું પર ફોકસ કરવા જણાવાઈ શકે

ગઈકાલે છતીસગઢના પ્રવાસેથી પરત આવીને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ એરપોર્ટથી સીધા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નિવાસે પહોંચી ગયા હતા અને બન્નેએ વન-ટુ-વન-લાંબી ચર્ચા કરી અને મધરાત બાદ શ્રી શાહ પરત જવા રવાના થયા હતા અને માનવામાં આવે છે કે બન્નેએ સંગઠન-સરકારની પુન:રચનાને આખરી સ્વરૂપ આપી દીધુ છે અને આજે મોદી રાજસ્થાન, છતીસગઢ સહિતના રાજયના પ્રવાસે છે અને આજે ગુજરાત સહિતના રાજયોના પ્રદેશ પ્રમુખ તથા મુખ્યમંત્રી પણ સાંજે દિલ્હીમાં છે તેથી શ્રી શાહ સાથે બેઠકમાં ગુજરાતના રાજયસભાના ઉમેદવાર નવા પ્રદેશ પ્રમુખ વિ. મુદે પણ નિર્ણય લઈ શકે છે.

વિદેશની જેમ ફાયનાન્સમાં પણ પ્રોફેશનલ-અર્થશાસ્ત્રીનો પ્રયોગ કરાશે: રાજયકક્ષાના મંત્રીઓમાં અનેકને વિદાય: સંગઠનની આવશ્યકતા મુજબ કેબીનેટમંત્રી માંડવીયા સહિતના નામો પણ ચર્ચામાં: સન્ડે ‘બીગ-ડે’ બને તેવા સંકેત

સૂત્રોના જણાવ્યા મુજબ કેબીનેટ ફેરફાર હવે આ વચ્ચે નાણા વિભાગમાં વિદેશ મંત્રાલયની જેમ કોઈ પ્રોફેશનલ ઈકોનોમીસ્ટને લાવીને તેને હવાલો સોપી શકાય છે તો બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારામનને તામિલનાડુમાં ફોકસ કરીને આગામી લોકસભા ચૂંટણી મદુરાઈ કે તેવી ભાજપ માટે થોડી સલામત ગણાતી બેઠકમાં ચુંટણી લડવા જણાવાયુ તેવી ધારણા છે. જયલલીતાની વિદાય બાદ તામિલનાડુમાં જે મહિલા ફેકટર છે તેનો અભાવ છે. જેમાં સિતારામનનો ચહેરો વ્યાપક બની શકે છે અને તેઓને આ માટે ખાસ જવાબદારી સોપાઈ શકે છે. બીજા નામોમાં અર્જુનરામ મેઘવાલ, ભુપેન્દ્ર યાદવ, જનરલ વી.કે.સિંઘ, કિરણ રિત્જુ, એસ.વી.બધેલનો સમાવેશ થાય છે અને તેમાં હવે આ વિકએન્ડ મહત્વનો બની રહેશે.

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button