મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલના દિવસોમાં એનસીપી, કોંગ્રેસ અને અસંતોષની તો ખુબ જ ચર્ચા ચાલી રહી છે.
ભાજપના અનેક ધારાસભ્યોની નારાજ પરંતુ બોલી નથી શકતા: પંકજા મુંડે

એનસીપી અને શિવસેનામાં તે એક વર્ષની અંદર બેભાગ થઇ ચુક્યા છે. બીજી તરફ ભાજપમાં પણ અસંતોષનો દાવો બાગી તેવર અપનાવી ચુકેલી પંકજા મુંડેએ કર્યો છે. તેમણે શુક્રવારે કોંગ્રેસ જોઇન કરવાના ક્યાસને ફગાવતા કહ્યું કે, મે પોતાના જીવનમાં ક્યારે પણ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત નથી કરી. જો કે હું બે મહિના માટે રજા પર જઇ રહી છું. એટલું જ નહી તેમણે દાવો કર્યો કે, રાજ્યમાં ભાજપના અનેક ધારાસભ્યો છે, જે અસંતુષ્ટ છે પરંતુ તે લોકો બોલવાથી ગભરાઇ રહ્યા છે. પંકજા મુંડેએ કહ્યું કે, મને ઇગ્નોર કરવામાં આવી છે અને હું બે મહિના માટે રજા પર જઇ રહી છું.
આ આંગે જ્યારે મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, અમારી પાર્ટીના ઘણા લોકોને લાંબા સમય સુધી એનસીપીની વિરુદ્ધ લડાઇ લડી હતી. એટલા માટે આ લોકો તુરંત જ એનસીપીની સાથે ગઠબંધનને સ્વીકાર નહી કરી શકીએ. ફડણવીસે કહ્યું કે, ભાજપ નેતૃત્વ પંકજા મુંડે સાથે વાત કરસે. મને વિશ્વાસ છે કે, તેઓ પાર્ટી માટે કામ કરતા રહેશે. મીડિયા સાથે વાત કરતા આજે જ મુંડેએ કહ્યું હતું કે, તેઓ તે જ ચેનલની વિરુદ્ધ માનહાનીનો કેસ કરશે, જેણે સોનિયા અને રાહુલ ગાંધીને મળવાની વાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા 2019 માં વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. તેમણે પોતાના કાકાના દિકરા ધનંજય મુંડેની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ તેને 2020 માં ભાજપના સચિવ બનાવાયા હતા. જો કે તેમના સતત ચર્ચા રહી કે તોએ લીડરશીપથી નારાજ છે. આ અંગે પંકજા મુંડેએ કહ્યું કે, એવી ચર્ચાઓ શા માટે થાય છે? એવું એટલા માટે કારણ કે પાર્ટીના કાર્યક્રમોમાં અને વખત મને નથી બોલાવવામાં આવતી? મને નજર અંદાજ કરવામાં આવી રહી છે. એવું શા માટે કરવામાં આવ્યું તેની માહિતી તો પાર્ટીએ આપવી જોઇએ.