ભારત
તેલંગાણામાં કેસીઆરને નિશાન બનાવતા મોદી

અહીં વડાપ્રધાન મોદીએ વિપક્ષી દળો પર જોરદાર નિશાન સાધી જાહેરસભામાં જણાવ્યું હતું કે અહીં આપની હાજરી હૈદ્રાબાદમાં પરિવારની ઉંઘ હરામ કરી રહી છે. મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર પર હુમલો કરતા કહ્યું હતું કે અહીંની સરકારે માત્ર ચાર કામ કર્યા છે. પહેલું-મોદી અને કેન્દ્ર સરકારને સવાર સાંજ ગાળો દેવાનું કામ કર્યું છે,
બીજુ, માત્ર એક જ પરિવારને સતાનું કેન્દ્ર બનાવવા અને ખુદને તેલંગાણાનો માલિક સાબિત કરવાનું કામ કર્યું છે. ત્રીજુ, તેમણે તેલંગાણાના વિકાસને ચોપટ કરી નાખ્યો છે અને ચોથુ-તેમણે તેલંગાણાને ભ્રષ્ટાચારમાં ડૂબાડી દીધું છે. મોદીએ જણાવ્યું હતું કે પહેલા અમે બે દેશ કે બે રાજયોની સરકારો વચ્ચે વિકાસ સાથે જોડાયેલા સમાધાનની ખબરો સાંભળતા હતા. પણ આ પહેલીવાર થયું છે કે બે રાજનીતિક પક્ષો અને બે રાજયોની સરકારો વચ્ચે ભ્રષ્ટાચારની ડીલના આરોપ લાગ્યા છે.
Poll not found