ઘણાં સમયથી ચર્ચા માં રહેતા જુનાગઢ ના ટ્રાફિક અને રેલ્વે ફાટક ના મુદા ઓ
મુદ્દો છે જૂનાગઢની વિકાસ રૂપી ફાટક બંધ કરવાનો.

મુદ્દો ફાટકનો છેજ નહીં. એ તો ટ્રાફિક બ્રિગેડ બખૂબી સંભાળી શકે છે . મુદ્દો છે જૂનાગઢની વિકાસ રૂપી ફાટક બંધ કરવાનો. પ્રશ્ન થશે તેમા ક્યાં વિકાસ અટકી જાય? તો જવાબ છે વિકાસ કરે તો TP સ્કીમ લાગુ કરવી પડે TP સ્કીમ લાગુ પડે એટલે નેતાઓ સોરી બિલ્ડરો દ્વારા રેલ્વેની હદમાં ગેરકાયદેસર પેશકદમી કરી ખડકેલા એપાર્ટમેન્ટો, દુકાનો, રેસ્ટોરન્ટો, ધાર્મિક મતપેટી અકબંધ રાખતા ધર્મસ્થાનો વગેરે દૂર કરવા પડે અને દૂર થાય તો? એટલેજ જનતાને અને સરકારને ઊંધા રવાડે ચડાવી ખોખલી લોકપ્રિયતા હાંસલ કરે છે અને એટલેજ સમસ્યાઓ દેખાડી રાઈનો પહાડ બનાવે છે .
જૂનાગઢની વસ્તી
3 લાખ
જૂનાગઢનો વિકાસ અટકાવતા નાગરિકો
150
જૂનાગઢનો વિકાસ કરવા કટીબદ્ધ નાગરિકો
50
જૂનાગઢના જેને કંઈજ લેવાદેવા નથી એવા પ્રબુદ્ધ નાગરિકો
2,999,800
ઐતિહાસિક ધરોહરો , ધાર્મિક નગરી, પર્યટન ઉદ્યોગ વગેરે સ્વાહા. સરવાળે આવનાર પેઢીઓ ગૌરવ લઈ શકે એવી એક પણ બાબત નહી હોય.
પછી “બળતુ ઘર કૃષ્ણાર્પણ”