ભારત

પત્રકાર શીલા ભટ્ટનો એક ઇન્ટરવ્યું વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે, તે પીએમ મોદીની સાથે અભ્યાસ કરી ચુક્યા છે.

જો કે શીલા ભટ્ટે બીજો મહત્વનો દાવો કર્યો કે, પીએમ સાથે અભ્યાસ કરી ચુકેલી તેમના જ ક્લાસની એક મહિલાને તેઓ ઓળખે છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા અને ત્યાર બાદ કોંગ્રેસના પણ અનેક નેતાઓ દ્વારા પીએમ મોદીની ડીગ્રી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ અંગે આરટીઆઇ કરીને જવાબ માંગવામાં આવ્યો. જો કે આ સમગ્ર મામલો વિવાદિત બન્યો હતો અને કોર્ટે ચડ્યો હતો. કેજરીવાલને દંડ પણ ફટકારવામાં આવ્યો અને હાલ આ સમગ્ર મામલો હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.

જો કે તેવામાં વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટનો એક ઇન્ટરવ્યું વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે, તે પીએમ મોદીની સાથે અભ્યાસ કરી ચુક્યા છે. સાથે અભ્યાસ કરવા અંગે તેઓ વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે, પીએમ મોદી એમએ કરી રહ્યા હતા ત્યારે તેમના પ્રોફેસર અને મારા પ્રોફેસર એક હતા. જેથી તે પ્રોફેસરના ઘરે અમે અનેકવાર મળી ચુક્યા છે.

જો કે શીલા ભટ્ટે બીજો મહત્વનો દાવો કર્યો કે, પીએમ સાથે અભ્યાસ કરી ચુકેલી તેમના જ ક્લાસની એક મહિલાને તેઓ ઓળખે છે. જેઓ હાલ કોર્ટમાં વકીલ છે. જો કે તેઓ આ અંગે કાંઇ બોલવા માંગતા નથી. પરંતુ શીલા ભટ્ટ તે સહઅભ્યાસ કરતી મહિલાને ઓળખતા હોવાનો દાવો કર્યો હતો. જેથી હાલ આ ક્લિપ ખુબ જ વાયરલ થઇ રહી છે.

શીલા ભટ્ટના અનુસાર નરેન્દ્ર મોદીને તેઓ પહેલીવાર 1981 માં મળ્યા હતા. પીએમ એમએ પાર્ટ-1 માં હતા. તેમના માર્ગદર્શક પ્રોફેસર પ્રવીણ શેઠ્ઠ અને તેમના પત્ની સુરભી શીલ ભટ્ટને પુત્રી સમાન માનતા હતા. જેથી તેઓ પણ વારંવાર ત્યાં જતા હતા. પીએમ મોદી પણ ત્યાં વારંવાર આવતા હતા. જેથી તેઓ નરેન્દ્ર મોદીને ઓળખે છે તેવો દાવો કર્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button