બ્રેકીંગ ન્યુઝ

ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ PM સંરક્ષણ સહયોગ સંબંધોનો મજબુત સ્તંભ

ફ્રાંસના રાષ્ટ્રીય દિવસ વિશ્વ માટે સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારાનું પ્રતિક છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બે દિવસીય ફ્રાંસ યાત્રા પર છે. રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોથી દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે, ફ્રાંસ સમગ્ર વિશ્વમાં માનવતા માટે ઓળખવામાં આવે છે. તેઓ ફ્રાંસમાં આવીને ગર્વનો અનુભવી રહ્યા છે. કાલે મને ફ્રાંસનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે. સમગ્ર 140 કરોડ ભારતવાસીઓનું સન્માન છે. ફ્રાંસના રાષ્ટ્રીય દિવસ વિશ્વ માટે સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારાનું પ્રતિક છે. આતંકવાદની લડાઇમાં ભારત અને ફ્રાંસ હંમેશાથી સહયોગી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, સંરક્ષણ સહયોગ અમારા સંબંધોનો એક મુળભુત સ્તંભ છે. આ બંન્ને દેશો વચ્ચે ઉંડા આંતરિક વિશ્વાસનું પ્રતિક છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતમાં ફ્રાંસ એક મહત્વનો સાથીદાર છે. સબમરીન હોય કે નૌસેનાના જહાજ, અમે ઇચ્છીએ મળીને માત્ર પોતાના જ નહી, ત્રીજા મિત્ર દેશોના સહયોગ માટે પણ કામ કરી રહ્યા છીએ.

મર્સિલેમાં ખુલશે નવો વાણિજ્યિક દુતાવાસ
મોદીએ કહ્યું કે, મર્સિલે શહેરમાં એક ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલશે. અમે ફ્રાંસમાં અભ્યાસ કરી રહેલા ભારતીય મુળના લોકોને લોંગ ટર્મ વિઝા આપવાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. વડાપ્રધાને ફ્રાંસ યુનિવર્સિટીઝને ભારતમાં પોતાનું પરિસર સ્થાપિત કરવા માટે આમંત્રીત પણ કર્યા છે.

દેશો એક થઇને પ્રયાસો કરે તે જરૂરી
વડાપ્રધાને કહ્યું કે, અમારુ માનવું છે કે, તમામ વિવાદોનું સમાધાન ડાયલોગ અને ડિપ્લોમેસીના માધ્યમથી થવું જોઇએ. ભારત સ્થાયી શાંતિ બહાલીમાં યોગદાન આપવા માટે તૈયાર છે. કોવિડ મહામારી અને યુક્રેન સંઘર્ષનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડેલા છે. ગ્લોબલ સાઉથના દેશો પર તેનો વિશેષ રીતે નકારાત્મક પ્રભાવ પાડ્યો છે. આ ચિંતાનો વિષય છે. આ સમસ્યાઓના સમાધાન માટે તમામ દેશો એક થઇને પ્રયાસ કરે તે જરૂરી છે.

રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોન
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોએ કહ્યું કે, મને અહીં પેરિસના બૈસ્ટિલ ડે પરેડમાં પંજાબ રેજિમેન્ટ જોઇને ગર્વ થયો. અમે એક ઐતિહાસિક વિશ્વાસના આધાર પર આગળ વધી રહ્યા છે. ભારત અને ફ્રાંસ મળીને વૈશ્વિક સંકટોનું સમાધાન શોધી શકે છે. અમે યુવાઓને નહી ભુલી શકો. 2030 સુધી અમે 30,000 ફ્રાંસીસી વિદ્યાર્થીઓને ભારત મોકલવા માંગે છે.

ઇમૈનુઅલ મૈક્રોએ કહ્યું કે, તે યુવા ભારતીયો માટે જો ફ્રાંસમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે છે, અમે એક અનુકુળ વિઝા નીતિ બનાવવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ આંતરાષ્ટ્રીય સમુદાયના ખંડનથી સમગ્ર વિશ્વને બચાવ અને માટે અમે પેરિસ એજન્ડા અને નવું આર્થિક વૈશ્વિક કોમ્પેક પર એકત્ર થઇને કામ કર્યું છે. અમે બધા ઇચ્છીએ છીએ કે એક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સ્થાપના થાય જે શાંતિ અને વિકાસ તરફ લઇ જાય.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button