મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનથી આખું ગામ દટાઈ ગયું, 75 લોકોને બચાવાયા, 5 મૃતદેહ નીકળ્યા, હજુ રેસ્ક્યુ ચાલુ
મહારાષ્ટ્રના રાયગઢમાં આખું ગામ ભૂસ્ખલનની લપેટમાં આવી ગયું

અત્યાર સુધી 5 લોકોના મૃતદેહ બહાર નીકળ્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા અનુસાર, કાટમાળમાંથી અત્યાર સુધીમાં 5 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 75 લો1કોને બચાવી લેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકાના ઈરશાલવાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ભારે ભૂસ્ખલન થયું હતું. પહાડની માટી પડતા આખું ગામ દબાઈ ગયું હતું. ભૂસ્ખલનની માટીમાં 17 મકાનો દટાયા હોવાની આશંકા છે. આ આદિવાસીઓનું ગામ છે.
આ દુર્ઘટના મધ્યરાત્રિએ થઈ ત્યારથી બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 75થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે હાજર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ ગામમાં લગભગ 200 થી 250 લોકો હતા. કાટમાળ નીચે 50થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. પહાડની માટી ધસી પડવાના કારણે આખું ગામ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતું. કેટલાક લોકો પોતાની મેળે બહાર આવી ગયા હતા. તેથી તે કહેવું મુશ્કેલ છે કે ઘટના સમયે ત્યાં કેટલા લોકો હાજર હતા.
કાટમાળમાં 100 લોકો ફસાય અને 4 લોકોના મોત થયા હોવાના સમાચાર મળ્યા હતા. જેમાંથી 22 લોકોને બચાવી લેવાયા છે. NDRFની 4 ટીમો, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેટલાક મંત્રીઓએ આ સ્થનની મુલાકાત લીધી હતી.
રાયગઢના ખાલાપુર તાલુકામાં ઈરશાલગઢ વાડી નામના ગામમાં આ ભૂસ્ખલનની ઘટના બની છે. ઈરશાલગઢ પર્વતનો કેટલોક ભાગ ભારે વરસાદને કારણે નીચે પડયો હતો. 19 જુલાઈની મોડી રાત્રે 11.30 થી 12 કલાકની વચ્ચે આ ઘટના બની હતી. આ સ્થળે 50થી 60 ઘરો હતા. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં શરુ કરવામાં આવી હતી
મહારાષ્ટ્રના રાયગઢમાં આખું ગામ ભૂસ્ખલનની લપેટમાં આવી ગયું છે. ઘટનાસ્થળે NDRFની 4 ટીમો સ્થાનિક પ્રશાસનની સાથે બચાવ કાર્યમાં લાગેલી છે. કાટમાળમાંથી 5 મૃતદેહ કાઢવામાં આવ્યા છે, જ્યારે 75 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનની આ ઘટનામાં હજુ વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.