વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકહ્યું કે ત્રીજા કાર્યકાળમાં દુનિયાની ત્રીજી અર્થ વ્યવસ્થા બનશે. તેની ગેરેંટી છે
ઈન્ટરનેશનલ કન્વેનશન સેન્ટરનાં ઉદઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે 2024 ની ચૂંટણીમાં પણ ભાજપ પ્રચંડ જીત સાથે સતા પર આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસનાં પ્રથમ દિવસે આજે બપોરે રાજકોટમાં છે.હિરાસર એરપોર્ટનો ઉદઘાટનથી માંડીને કરોડોના વિકાસ કામોની ભેટ આપી છે. તેઓએ ગઈકાલે દિલ્હીનાં પ્રગતિ મેદાન ખાતેનાં કાર્યક્રમમાં એમ કહ્યું હતું કે 2024 ની ચૂંટણી પછીની મારી ત્રીજી ટર્મમાં ભારતીય અર્થતંત્ર વિશ્વનું ત્રીજા નંબરનું થઈ જશે.
આ મારી ગેરેંટી છે. ઈન્ટરનેશનલ કન્વેનશન સેન્ટરનાં ઉદઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે 2024 ની ચૂંટણીમાં પણ ભાજપ પ્રચંડ જીત સાથે સતા પર આવશે અને નવી ત્રીજી ટર્મની સરકારનાં કાર્યકાળ દરમ્યાન ભારતીય અર્થ વ્યવસ્થા દુનિયાની ત્રીજા નંબરની હશે. મારા ત્રીજા કાર્યકાળ દરમ્યાન લોકો પોતાની આંખો સમક્ષ સપના પૂર્ણ થતા જોઈ શકશે. તેમણે કહ્યું કે 2014 માં ભારત વિશ્વની અર્થ વ્યવસ્થામાં 10 મા નંબરે હતું. પોતાના બીજા કાર્યકાળમાં પાંચમા નંબરે છે.
ત્રીજા કાર્યકાળમાં દુનિયાની ત્રીજી અર્થ વ્યવસ્થા બનશે. તેની ગેરેંટી છે. દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં ગર્વપૂર્વક ભારતનું સ્થાન હશે હું એ પણ ખાતરી આપુ છું કે આપણા ત્રીજા કાર્યકાળમાં દેશની વિકાસયાત્રા ઝડપથી આગળ વધશે. વડાપ્રધાને કહ્યું કે આ બધા વિધાન ટ્રેડ રેકોર્ડનાં આધારે કરી રહ્યો છું. ભારતને મોટી તક છે. 100 વર્ષ પૂર્વે ભારત, જયારે આઝાદીનું યુદ્ધ લડી રહ્યું હ્તું ત્યારે 1923 થી 1930 નો દાયકો ભારતની આઝાદી માટે ઘણો મહત્વપૂર્ણ હતો
એજ રીતે 21 મી સદીનો આ દાયકો પણ એટલો જ મહત્વપૂર્ણ છે. છેલ્લી સદીનાં ત્રણ દાયકામાં સ્વરાજયનું લક્ષ્ય હતું.આજે ધ્યેય સમૃદ્ધ તથા વિકસીત ભારત બનાવવાનું છે. તે દાયકામાં દેશના ખુણેખુણેથી આઝાદીને પડઘો સંભળાતો હતો જેના પરીણામે 25 વર્ષમાં દેશ આઝાદ થયો હતો. આ સદીના ત્રીજા દાયકામાં આગામી 25 વર્ષનું લક્ષ્ય છે. સક્ષમ દેશ અને વિકસીત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે.દેશને નવી ઉંચાઈએ લઈ જવાનું સ્વપ્ન પૂર્ણ કરવાનું છે.