ગુજરાત
કેન્દ્રના નાગરીક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધા હિરાસર એરપોર્ટ જવા નીકળી ગયા હતા.
વડાપ્રધાનના આગમન પૂર્વે કેન્દ્રીય પ્રધાને વ્યવસ્થાઓની કરી ચકાસણી

કેન્દ્રના નાગરીક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધા હિરાસર એરપોર્ટ જવા નીકળી ગયા હતા. વડાપ્રધાનના આગમન પૂર્વે તેમણે પૂરા હિરાસર એરપોર્ટનું નિરીક્ષણ કરી લીધુ હતું અને તે બાદ હવાઇ મથક ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આજે બપોરે વડાપ્રધાને રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું હિરાસર ખાતે ઉદઘાટન કર્યુ હતું. આ પૂર્વે તેઓ નવા હવાઇમથકે પહોંચી ગયા હતા. ઉદઘાટનમાં તેઓ વડાપ્રધાન સાથે રહ્યા હતા. રાજકોટને આંતરરાષ્ટ્રીય હવાઇ નકશામાં સ્થાન આપનાર આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પુરા ગુજરાતનું બેનમૂન નજરાણુ બન્યું છે. ભવિષ્યમાં આ એરપોર્ટનો વધુ વિકાસ થવાનો છે. રાજકોટના વિકાસનું નવું પ્રતિક બન્યું છે. આ હવાઇ મથક વડાપ્રધાને ખુલ્લુ મુકયુ છે તે પૂર્વે નાગરિક ઉડ્ડયન મંત્રી અને મંત્રાલયના અધિકારીઓની ટીમે તમામ વ્યવસ્થાઓ ચકાસી હતી.
Poll not found