ગુજરાત

અમદાવાદમાં સંખ્યાબંધ સર્જાતા ભંયકર અકસ્માત મુદ્દે AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ અનેક સવાલ ઉઠાવ્યાં છે

અમદાવાદમાં ઇસ્કોન બ્રીજ પર સર્જાયેલા અકસ્માત બાદ ટ્રાફિક નિયમન સહિત વાહનની સ્પીડના નિયમો સહિતના મુદ્દા હાલ ચર્ચામાં છે

અમદાવાદમાં સંખ્યાબંધ સર્જાતા ભંયકર અકસ્માત મુદ્દે AAPના પ્રદેશ પ્રમુખ  ઇસુદાન ગઢવીએ અનેક સવાલ ઉઠાવ્યાં છે. 

અમદાવાદ ઇસ્કોન બ્રીજ પર સર્જાયેલા ભંયકર અકસ્માત બાદ ટ્રાફિક નિયમન સહિત વાહનની સ્પીડના નિયમો સહિતના મુદ્દા હાલ ચર્ચામાં છે. આ ઘટના બાદ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યાં છે.અમદાવાદમાં અકસ્માતની વણઝાર પર ઈસુદાન ગઢવીએ  પણ અનેક સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે, દારૂબંધી છતાં નબીરાઓ પાસે દારુ ક્યાંથી આવે છે? હજુ એક કેસ શાંત નથી પડ્યો ત્યાં બીજો અકસ્માત? બે દિવસની ડ્રાઈવમાં 210થી વધુ લોકો દારૂના નશામાં ઝડપાયા,ગુજરાતમાં દારૂબંધી છે, તો દારૂ ક્યાંથી આવે છે?સરકાર માત્ર દારૂબંધીની વાતો કરે છે, નબીરાઓ દારૂના નશામાં બેફામ અકસ્માત કરી રહ્યા છે.                 

ઉલ્લેખનિય છે કે, 19 જુલાઇ બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રીજ પર ભંયકર અકસ્માત સર્જાયો હતો. અહીં તથ્ય પટેલની કારના અકસ્માત પહેલા  એક અકસ્માત થયો હતો જેના કારણે બાદ તેની મદદે દોડેલા લોકો બ્રીજ પર એકઠા થયા હતા. તે દરમિયાન પાછળથી આવતી કારે 10 લોકોને કચડી નાખ્યા હતા આ ઘટનામા હોમગાર્ડ, 2 પોલીસ જવાન અને 7 યુવકોના મોત થયા હતા. આ ઘટના સમયે ન તો બ્રીજ પરની સ્ટ્રીટ લાઇટ ઓન હતી કે ન તો અકસ્માત બાદ એ રસ્તા પર બેરિકેટ મૂકાયા હતા. તેમજ સ્પીડમાં આવતા તથ્ય પટેલે પણ બેદરકારીથી કાર ચલાવી હોવાથી આટલા મોટા ટોળા પર ગાડી ફેરવી દીધી. આ ભયંકર ઘટનામાં નિર્દોષ 10 લોકોના જીવ ગયા હોવાથી ઘટનાને લઇને લોકોમાં ભારે રોષ છે અને આપણી ટ્રાફિક વ્યવસ્થાથી માંડીને વાહનની સ્પીડના નિયમો અને તેના અમલીકરણને લઇને પણ અનેક સવાલ ઉઠી રહ્યાં છે. આ મુદે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પણ ડ્રાય સ્ટેટની વરસી હકીકત રજૂ કરતા કેટલાક વેધક સવાલ રાજ્ય સરકાર સામે કરતા તીખી આલોચના કરી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button