શેરબજારમાં 900 પોઇન્ટનો તોફાની ઉતાર-ચડાવ, રિકવરી છતા 33 હજાર કરોડ રૂપિયા ધોવાયા
આજના ટ્રેડમાં બૈંકિંગ, ઓટો, આઇટી, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, કંજ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા

ગુરૂવારના કારોબારી સત્રમાં ફરી શેર બજારના રોકારણકારો માટે આજનો દિવસ ખરાબ રહ્યો હતો. બજારમાં વેચવાલીના પગલે મોટા ઘટાડા સાથે બજાર બંધ રહ્યું હતું. બૈકિંગ, એફએમસીજી સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેના કારણે આજે બજાર બંધ થતા સુધીમાં જ સેંસેક્સમાં 440 પોઇન્ટના ઘટાડા સાથે 66,266 અને નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 118 પોઇન્ટના ઘટાડા સાથે 19,699 પોઇન્ટ પર ક્લોઝ થયો છે. એક સમયે પોતાના હાઇ સેંસેક્સ 920 અને નિફ્ટી 264 પોઇન્ટ સુધી નીચે પડી ગયા હતા. જો કે નિચલા લેવલે ફરી એકવાર બજાર રિકવર થવા લાગ્યું હતું.
સેંસેક્સની સ્થિતિ
આજના ટ્રેડમાં બૈંકિંગ, ઓટો, આઇટી, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, કંજ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા હતા. જો કે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરના સ્ટોક્સમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મામાં 440 પોઇન્ટ અથવા 3.04 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મા તરફથી હાલ 10 શેર્સ તેજી સાથે બંધ થયા. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયો. સેંસેક્સના 30 શેરમાં 9 સ્ટોક્સ તેજી સાથે અને 21 ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાં 17 શેર તેજી સાથે અને 33 ઘટાડા સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તીમાં ધોવાણ
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ઘટીને 303.59 લાખ કરોડ રૂપિયા પર આવી ગઇ તો બુધવારે 303.92 લાખ કરોડ રૂપિયા રહી હતી. આજના સેશનમાં રોકાણકારોની સંપત્તીમાં 33000 કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.