મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પાલઘરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગ
જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં આડેધડ ફાયરિંગ, એક ASI અને 3 મુસાફરોના મોત

ફાયરિંગ કર્યા બાદ કોન્સ્ટેબલે ટ્રેનમાંથી છલાંગ લગાવી હતી
નિવેદનમાં પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે, “પાલઘર સ્ટેશન ક્રોસ કર્યા પછી એક આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કર્યો. તેણે એક આરપીએફ એએસઆઈ અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારી દીધી. તે પછી તે દહિસર સ્ટેશન નજીક ટ્રેનમાંથી બહાર કૂદી ગયો. આરોપી કોન્સ્ટેબલને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.”
મળતી માહિતી મુજબ જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 12956ના B5 કોચમાં સવારે 5.23 કલાકે ફાયરિંગ થયું હતું. આ ટ્રેન જયપુર જંક્શનથી 02:00 વાગ્યે ઉપડે છે અને 06:55 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર ASIનું નામ તિલક રામ છે.
વિગતો મુજબ મૃતકોમાં RPF ASI સહિત 3 મુસાફરો છે. RPFના કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી મારી દીધી છે. ફાયરિંગની આ ઘટના વાપીથી બોરીવલી મીરા રોડ સ્ટેશન વચ્ચે બની હતી. GRP મુંબઈના જવાનોએ ગઈકાલે મીરા રોડ બોરીવલી વચ્ચે કોન્સ્ટેબલને કસ્ટડીમાં લીધો હતો.
આ ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ આવી રહી હતી. ફાયરિંગની આ ઘટના કેવી રીતે અને શા માટે બની? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ગોળીબાર સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ થયો હતો. હાલમાં આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર આવી ગઈ છે. ફાયરિંગની આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ ઘટનામાં એક પોલીસકર્મીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અટકાયત કરાયેલ પોલીસકર્મી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરના રેન્ક પર પોસ્ટેડ છે. આ કેસમાં ચેતન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીનો ઈરાદો શું હતો અને તેણે આ ગોળી શા માટે ચલાવી તે જાણી શકાયું નથી. સદનસીબે, આ ગોળીબારમાં વધુ મુસાફરોને ઈજા થઈ નથી. ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થતાં જ ટ્રેનમાં દોડધામ મચી ગઈ હતી. હાલ પોલીસ ટ્રેનના મુસાફરોના નિવેદન પણ નોંધી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Poll not found