ધર્મ-જ્યોતિષ

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે

સરકારી પરીક્ષાઓમાં સફળતા, પણ અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખજો, કઈ રાશિના જાતકો મંગળવાર કેવો રહેશે? જુઓ રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ
01 08 2023 મંગળવાર
માસ અધિક શ્રાવણ
પક્ષ શુક્લ
તિથિ પૂનમ
નક્ષત્ર ઉત્તરાષાઢા સાંજે 4.02 પછી શ્રવણ
યોગ પ્રીતિ
કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 1.57 પછી બવ
રાશિ મકર (ખ.જ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  નવા રોકાણ માટે સારો સમય છે. માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે. સફળતાના સારા અવસરો મળશે. સુખને વહેંચવાનો અવસર મળશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે. ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે. ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે. પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે. સબંધીઓ સાથે સંબંધો મધુર બનશે. પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે. મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સારા સમાચારથી મન પ્રસન્ન બનશે. કોઈ દૂરના સંબંધીથી સહયોગ મળશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિદ્યા-જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. માનસિક ચિંતા અને તનાવની સંભાવના.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો. કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારું મળશે. માનસિક થાક અનુભવશો. ધંધાકીય કામમાં મહેનત વધશે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. કરેલી મહેનત સારું ફળ આપશે. સમાજમાં માન-સન્માન મળશે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નાના-મોટા કામમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે. હરવા-ફરવાના યોગ બને છે. પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  સારા માણસો સાથે કામ કરવાની તક મળશે. સમયનો સદઉપયોગ કરી શકશો. મનગમતા કામમાં આપની રુચિ વધશે. શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો. પતિ-પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે. ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું. અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આપના કામકાજની કદર થશે. આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે. મિત્રો અને સહકર્મચારીથી લાભ થશે. દામ્પત્ય જીવન સુખમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે. નોકરી-વ્યવસાયમાં સાચવીને કામ કરવું. મગજ ઉપર કામનો બોજો વધશે. અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો.

શુભાંક – આજનો શુભ અંક છે 1
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

News Click 24

Poll not found

Related Articles

Back to top button