ગુજરાત

રાજકોટમાં એટીએસને મોટી સફળતા મળી છે. આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેેલા 3 શક્સ ઝડપાયા છે.

આતંકીઓ મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હતા

રાજકોટમાં એટીએસને મોટી સફળતા મળી છે. આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેેલા 3 શખ્સ ઝડપાયા છે. પકડાયેલા ત્રણેય આતંકીઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટ સોની બજારમાં રહીને કામ કરતા હતા. મૂળ પશ્ચિમ બંગાળના ત્રણેય અલકાયદાથી રેડિક્લાઇઝ થયા હતા અને અલકાયદાનો ફેલાવો કરતા હતા. તેઓ સોની બજારમાં અન્ય મુસ્લિમ કર્મચારીઓને ઉશ્કેરતા કરતા હતા. આતંકીઓ પાસેથી એટીએસે એક પિસ્ટલ અને 10 કારતુસ જપ્ત કર્યા છે.

આતંકવાદના નાંખવા હતા મૂળીયા

આતંકીઓ મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હતા. છેલ્લા છ મહિનાથી રાજકોટમાં કારીગર બનીને રહેતા હતા. જોકે ગુજરાત ATSની સતર્કતાથી આતંકીઓનો પર્દાફાશ થયો હતો. બાંગ્લાદેશી આતંકીઓ પ.બંગાળથી રાજકોટ પહોંચ્યા હતા અને દેશમાં આતંકવાદના મૂળીયા નાંખવા માંગતા હતા.

પકડાયેલા આતંકીઓ અમન, તેનો સાળો અબ્દુલ સુકુર અને સૈફ નવાઝ તદ્દન કટ્ટરપંથી છે. તેમની પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું હતું. રાત્રે 11.45 કલાકે એટીએસે ત્રણેયને ઉપાડ્યા હતા. એટીએસની કામગીરીથી સ્થાનિકો પણ અજાણ હતા. પકડાયેલા ત્રણેય આંતકીને અલકાયદાના પ્રસારનું કામ સોંપવામાં આવ્યું હતું. સ્થાનિકોના કહેવા મુજબ સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button