ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાંવધારાની ફાળવવાનો નિર્ણય કર્યો છે

મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં 2023-24ના વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલે આજે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે દરેક મહિલા ધારાસભ્ચોને મળતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જન પ્રતિનિધિત્વ કરતા 12 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે અગાઉ રાજ્યના મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button