હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી,
જૂનાગઢ, સાબરકાંઠા, ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી,

ગુજરાતમાં વરસાદને લઈ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહીકરી છે. આ તરફ આજે અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. નોંધનીય છે કે, ગઇકાલે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ વરસાદની સંભાવના નહીંવત છે. અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
હવામાન વિભા દ્વારા આજે રાજ્યના કેટલાક સ્થળે વરસાદની આગાહી કરાઇ છે. આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ પડી શકે છે. આ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદની સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રિજનમાં હળવો છૂટોછવાયો વરસાદ રહી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘણાં ઓછો વરસાદ રહેવાની શક્યતાઓ છે.હવામાન વિભા દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહીકરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય હવામાન વિભા દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. જેના કારણે આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હાલ ઓક્સોટ્રફ નબળુ હોવાને કારણે વરસાદની શક્યતા ઓછી છે. હજુ થોડા દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હાલ વરસાદને લઈને કોઈ ચેતવણી પણ નથી. કોઈકોઈ સ્થળોએ છુટોછવાયો વરસાદ થશે.