રમત ગમત

પાકિસ્તાન ક્રિકેટરોની ‘રોજી રોટી’ ભારતના કારણે ચાલે છે – શોએબ અખ્તરનું મોટું નિવેદન

હું ઇચ્છુ છું કે આગામી વર્લ્ડ સર્વશ્રેષ્ઠ હોય, પણ શું તે છેલ્લો 50 ઓવર વર્લ્ડ કપ હશે

પૂર્વ પાકિસ્તાન ક્રિકેટર અને રાવલપિંડી એકસપ્રેસ ના હુલામણા નામથી ઓળખાતો શોએબ અખ્તર તેની ફાસ્ટ બોલિંગ માટે જાણીતો હતો, પરંતુ નિવૃત્તિ બાદ તે પોતાના નિવેદનોને કારણે ખૂબ જ લોકપ્રિય રહે છે. શોએબ અખ્તર ઘણીવાર એવી વાતો કહે છે જેના પર કોઈને કોઈ વિવાદ થાય છે અને આ વખતે પણ આ પૂર્વ ક્રિકેટરે એવું જ કર્યું છે.

શોએબ અખ્તરે એવું નિવેદન આપ્યું છે જે બાદ પાકિસ્તાનમાં ભારે હંગામો મચી શકે છે. શોએબ અખ્તરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાનના ખેલાડીઓ ભારતના પૈસા પર જીવે છે. શોએબ અખ્તરે કહ્યું કે પાકિસ્તાનના ડોમેસ્ટિક ક્રિકેટરોને ભારતના પૈસાથી જ ફી મળે છે. તેને કહ્યું કે, ટીમ ઇન્ડીયાની લોકપ્રિયતા ઘણી છે. તેથી બીસીસીઆઈ ખૂબ જ પૈસા કમાય છે અને તેનો હિસ્સો આઇસીસીને મોકલે છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ સૌથી અમીર છે સાથે સૌથી શક્તિશાળી બોર્ડ ગણાય છે. BCCI દ્વારા મોકલેલા નાણાં આઇસીસી પાકિસ્તાનને પણ અમુક પૈસા મોકલે છે જેના કારણે પાકિસ્તાની ડોમેસ્ટિક ક્રિકેટરોને ફી મળે છે એટલે કે તેની રોજી રોટી ચાલે છે.

વર્લ્ડ કપ 2023
શોએબ અખ્તરે કહ્યું કે વર્લ્ડ કપ 2023 સુપરહિટ થવાનો છે. અખ્તરે આગાહી કરી હતી કે BCCI આ વર્લ્ડ કપમાંથી ઘણી કમાણી કરશે. આ સાથે BCCIની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. આ વખતે વર્લ્ડ કપ ભારતમાં યોજાશે અને તે 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટક્કર 14 ઓ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબક્ત રહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ વખતનો વર્લ્ડ કપ સૌથી શ્રેષ્ઠ હશે પરંતુ શું તે છેલ્લો હશે? તેઓ એવું નિવેદન આપ્યું કારણકે પચાસ ઓવર વન-ડે ક્રિકેટ હવે કેટલું લાંબુ ચાલશે તેવું તેને ખબર નથી.

શોએબ અખ્તરે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન મેચમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયા પર દબાણ રહેશે. અખ્તરે કહ્યું કે મીડિયાના કારણે આ દબાણ સર્જાય છે. ટીમ ઈન્ડિયાની જીત માટે સતત દાવા કરવામાં આવે છે. સ્ટેડિયમો પણ ફેન્સથી ભરચક હોય છે. જેનો પાકિસ્તાનને ફાયદો થશે, કારણ કે પાકિસ્તાન આપમેળે ડાર્ક હોર્સ બની જાય છે અને તે તેમના ખેલાડીઓને મુક્તપણે રમવામાં મદદ મળે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button