ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 29 August 2023

કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે. શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે.

વૃષભ (બ.વ.ઉ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે. મકાન વાહન ખરીદવાનો અવસર મળશે. તબિયતની બાબતમાં કાળજી રાખવી. વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો.

મિથુન (ક.છ.ઘ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે. માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો. યાત્રા-પ્રવાસથી લાભની સંભાવના. વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે.

કર્ક (ડ.હ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય. પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય. વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું. ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના.

સિંહ (મ.ટ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે. કૌટુંબિક સંબંધોમાં સુધારો જોવા મળે. ધંધામાં પ્રગતિના યોગ જણાય છે. વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું.

કન્યા (પ.ઠ.ણ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાનોની ચિંતામાં સમાધાન મળશે. અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું. ખેડૂતો માટે સારો સમય જણાય છે. બદલી, બઢતી કે સ્થળાંતરના યોગ બને છે.

તુલા (ર.ત.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે સંકડામણ અનુભવશો. ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું. સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે. સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું.

વૃશ્ચિક (ન.ય.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે. નવી ઓળખાણો દ્વારા લાભ થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે. ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે.

ધન (ભ.ધ.ફ.ઢ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આપના મનમાં ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરશે. માનસિક અશાંતિનો અનુભવ થશે. દામ્પત્ય જીવનમાં સાધારણ તણાવ જણાશે. નોકરીયાતને સમય અનુકૂળ જણાશે.

મકર (ખ.જ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાયેલા અધૂરાં કાર્યો પૂરાં થશે. આર્થિક સંકડામણ ઓછી થશે. વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે. રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું.

કુંભ (ગ.સ.શ.ષ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સકારાત્મક વિચારોથી સારો લાભ થશે. વેપાર-ધંધામાં સારો લાભ જણાશે. મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે. નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  આર્થિક સંકડામણ દૂર કરવાના રસ્તા મળશે. પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે. દામ્પત્ય જીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના. પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય.

News Click 24

Poll not found

Related Articles

Back to top button