ભારત

એજન્સીઓ વચ્ચે વોર CBI એ ED ના સહાયક નિર્દેશક વિરુદ્ધ FIR દાખલ કરી, જાણો સમગ્ર મામલો

દિલ્હી દારૂ નીતિ મામલે આરોપી શરાબ વ્યવસાયી અમનદીપ સિંહ ઢલ (Amandeep Dhall) સાથે કથિત રીતે 5 કરોડ રૂપિયાની લેવડદેવડમાટે નોંધાઇ છે.

CBI એ સોમવારે દિલ્હી દારૂ ગોટાળામાં ચાલી રહેલી તપાસ દરમિયાન પ્રવર્તન નિર્દેશાલય (ED) ના એક વરિષ્ઠ અધિકારી સહિત અનેક લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તપાસ એજન્સીએ ઇડીના સહાયક નિર્દેશક પવન ખત્રી (Pawan Khatri) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ કેસ દિલ્હી દારૂ નીતિ મામલે આરોપી શરાબ વ્યવસાયી અમનદીપ સિંહ ઢલ (Amandeep Dhall) સાથે કથિત રીતે 5 કરોડ રૂપિયાની લેવડદેવડમાટે નોંધાઇ છે. આ બંન્ને સાથે સીબીઆઇએ એર ઇન્ડિયાના સહાયક મહાપ્રબંધક દીપક સાંગવાન, ક્લેરિઝ હોટલ્સ એન્ડ રિસોર્ટ્સના સીઇઓ વિક્રમાદિત્ય, ચાર્ટર્ડ અકાઉન્ટેટ પ્રવીણ કુમાર વત્સ અને બે અન્ય ઇડીમાં યૂડીસી નિતેશ કોહાર અને વીરેન્દ્ર પાલ સિંહની પણ ફરિયાદમાં નામ લીધું છે.

CBI ની કાર્યવાહી પ્રવર્તન નિર્દેશાલય (ED) ની એક ફરિયાદ પર શરૂ કરવામાં આવી હતી. જેમાં દિલ્હી સરકારની એક્સાઇઝ પોલિસી કેસની તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ મામલે આરોપી અમનદીપ ઢલ અને તેમના પિતા વીરેન્દ્રસિંહે 5 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.

અધિકારીઓએ કહ્યું કે, ચાર્ટેડ એકાઉન્ટેટ પ્રવીણ વત્સને ઇડી તપાસમાં મદદની વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર વત્સે ઇડીને જણાવ્યું કે સાંગવાને તેમને ડિસેમ્બર, 2022 માં પવન ખત્રીને મળાવ્યા હતા.

પ્રવીણ વત્સે કહ્યું કે, તેમણે આરોપિઓની યાદીમાં ઢલ નામ હટાવવા માટે ડિસેમ્બર 2022 માં વસંત વિહારમાં આઇટીસી હોટલ પાછળના એક પાર્કિંગ સ્થળ પર સાંગવાન અને ખત્રીને 50 લાખ રૂપિયાની એડવાન્સની ચુકવણી કરી હતી. અધિકારીઓએ કહ્યું કે, ઇડીએ પોતાની તપાસ સીબીઆઇને મોકલી હતી. જેના આધારે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ મામલો નોંધ્યો.

સુત્રો અનુસાર આસિસ્ટેન્ટ ડાયરેક્ટર પવન ખત્રી અને અપર ડિવીઝન ક્લાર્ક નિતેશ, બંન્ને એક્સાઇઝ પોલિસીની તપાસ કરી રહેલી ટીમનો હિસ્સો નથી. ઇડીની ફરિયાદમાં જો કે સીબીઆઇની ફરિયાદનો હિસ્સો છે, આ લખ્યું છે કે, ઇડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પવન ખત્રી, નિતેશ અને વિક્રમાદિત્યના પરિસર પર દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન સીએ પ્રવીણ વત્સના અલગ અલગ સ્થળોથી લાંબના 2.2 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ 2.2 કરોડ તે 5 કરોડ રૂપિયાની લાંચનો જ હિસ્સો હતો જે સીએ વત્સ દ્વારા આપવામાં આવ્યા હતા. આ દરોડા જુલાઇના પહેલા અઠવાડીયામાં કરવામાં આવી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button