ગુજરાત

જરાત સરકાર દ્વારા જેવી ઓબીસી 27 ટકા કરવા મામલે જાહેરાત કરવામાં આવી

ભાજપના પ્રદેશ કાર્યાલય પર ગુજરાતના મુખ્યમંત્રી આવી પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ ત્યાં હાજર હતા.

ગુજરાત સરકાર દ્વારા જેવી ઓબીસી 27 ટકા કરવા મામલે જાહેરાત કરવામાં આવી કે તરત થોડા જ કલાકોમાં ભાજપના પ્રદેશ કાર્યાલય પર ગુજરાતના મુખ્યમંત્રી આવી પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ ત્યાં હાજર હતા. દરમિયાન સીઆર પાટીલે કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી સીલીન્ડરમાં 200 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો તે જાહેરાતને રક્ષાબંધન પર આપવામાં આવેલી નરેન્દ્ર મોદીની મોટી ભેટ ગણાવી હતી. આ ઉપરાંત ઓબીસી અનામતને લઈને પણ અહીં ગુજરાત સરકારની પીઠ થાબડી હતી.

આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હંમેશા નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ, જ્ઞાતિ, જાતિ, ધર્મને સાથે રાખી આગળ કેવી રીતે વધી શકાય તેનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો છે. આજે તેમાં જ એક કડી ઉમેરતા ઓબીસી માટે 27 ટકા અનામતનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કોઈ પણ બીજી જ્ઞાતિને અસર ના થાય તેની તકેદારી રાખી છે. દરેકે દરેક વ્યક્તિ આગળ વધે તેના ભાગ રૂપે જ આપણે અહીં મોટી જાહેરાત ખાસ કરીને રક્ષાબંધન પુર્વે ગેસ સિલિંડરના ભાવ ઘટાડી બહેનોને ભેટ આપી છે. અમે પણ ગુજરાતની પ્રજાવતી નરેન્દ્ર મોદીનો ખુબ ખુબ આભાર માનીએ છીએ

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button