આજથી મુંબઈમાં મળનારી I.N.D.I.A. ની ત્રીજી બેઠક પુર્વે જ મુંબઈમાં એરપોર્ટની બેઠકમાં ફાઈવસ્ટાર હોટલ સ્થળ સુધીમાં લાગેલા પોષ્ટરોએ જબરી ચર્ચા જગાવી છે
ઉદ્ધવ ઠાકરે ટાર્ગેટ: અમો શિવસેનાને કોંગ્રેસ બનવા નહી દઈએ: બાળાસાહેબની તસ્વીરો પણ દેખાઈ

આજથી મુંબઈમાં મળનારી ઈં.ગ.ઉ.ઈં.અ. ની ત્રીજી બેઠક પુર્વે જ મુંબઈમાં એરપોર્ટની બેઠકમાં ફાઈવસ્ટાર હોટલ સ્થળ સુધીમાં લાગેલા પોષ્ટરોએ જબરી ચર્ચા જગાવી છે. એક તરફ માર્ગના બન્ને બાજુ ‘ઈન્ડીયા’ ગઠબંધનના નેતાઓને આવકારતા હોર્ડીંગ્ઝ લાગ્યા છે તો બીજી તરફ શિવસેનાને ટાર્ગેટ કરીને કેટલાક પોષ્ટર જે બાલાસાહેબ ઠાકરેની તસ્વીર સાથે મુકાયા છે. તેમાં શિવસેનાને કોંગ્રેસ બનવા દેવાશે નહી તેવું લખાણ કરાયું છે. આમ જે રીતે ઉદ્ધવ ઠાકરે જૂથ કોંગ્રેસ સહિતના વિપક્ષોને સાથે જોડાઈ રહ્યા છે. તેના પર આ કટાક્ષ કરાયો હોય તેવું માનવામાં આવે છે.
આ બેઠક અંગે કોંગ્રેસ તરફથી જે કેટલાક પોષ્ટર જારી કરાયા છે તેમાં વિપક્ષ નેતાઓની તસ્વીરો પણ છે પણ એક પોષ્ટરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ‘ગાયબ’ છે તેના પર પ્રશ્ર્ન ઉઠાવાયા છે તો બીજા પોષ્ટર ધે વીલ વીન ટૂગેધરમાં રાહુલ ગાંધીની તસ્વીર મોટી મુકાઈ છે અને તેની આસપાસની બે હારમાં એક તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે બીજી તરફ સોનિયા ગાંધીને મુકાયા છે જયારે બન્ને તરફ વિપક્ષી નેતાઓને તે બાદના ક્રમે મુકાયા છે જેથી કોંગ્રેસ પક્ષ જે રીતે રાહુલ ગાંધીને મોરચાના વડાપ્રધાન તરીકે પ્રોજેકટ કરવા માંગે છે તે દર્શાવીને ભાજપે પ્રશ્ર્ન ઉઠાવ્યા છે. એક પોષ્ટર જે સંયુક્ત છે તેમાં ધ વોઈસ ઓફ ઈન્ડીયા- ઈન્ડીયા ઈઝ ઈન્ડીયા આમ દર્શાવીને આ ગઠબંધન પુરી રીતે દેશનું ગઠબંધન હોવાનું દર્શાવી તેમાં વિપક્ષના તમામ મુખ્યમંત્રીઓની તસ્વીરો પણ મુકાઈ છે.
વિપક્ષો સાથે જોડાયા છતા પણ પોતાની હિન્દુત્વની ઓળખ જાળવી રાખવા મથી રહેલા શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ એ મુંબઈ વિમાની મથક બહાર ભગવા ઝંડા પણ ફરકાવીને હિન્દુત્વ તેમની ઓળખ હોવાના દાવા કરતા સ્લોગન મુકયા હતા. ભારતીય કામગાર સેના જે શિવસેનાની મજુર પાંખ છે તેના દ્વારા આ ભગવા ઝંડા ફરકાવાયા હતા.
મુંબઈ: –આવતીકાલથી મુંબઈમાં મળી રહેલી વિપક્ષી નેતાઓની બેઠક પુર્વે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મુંબઈ પહોંચી ગયા હતા તેમની સાથે પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ મુંબઈમાં ખાસ વિમાનમાં પહોંચ્યા હતા તો આજે સાંજે પાંચ વાગ્યે રાહુલ ગાંધી પત્રકાર પરિષદ યોજે તેવી ધારણા છે જેમાં છેલ્લા એક સપ્તાહથી હિડનબર્ગ રીપોર્ટ મુદે અદાણી ગ્રુપ સામે જે નવા ધડાકા થયા છે. તેને આગળ ધરી મોદી સરકાર સામે પ્રહાર કરે તેવી ધારણા છે. મુંબઈમાં વિપક્ષોની જે બેઠક મળી રહી છે તે ફાઈવ સ્ટાર હોટેલ ‘ગ્રેડ હયાતનું મેનું વાઈરલ થયું છે જેમાં પાણીની બોટલના રૂા.1000 ચા-કોફી રૂા.500 ડીનર- રૂા.15000 અને રૂમનુ ભાડુ રૂા.35000 હોવાનું દર્શાવાયું છે. આજે સાંજે શિવસેના (ઠાકરે જૂથના) વડા ઉદ્ધવ ઠાકરે તમામ નેતાઓને ભવ્ય ડિનર આપશે.