મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલને અચાનક જ દિલ્હીનું તેડુ આવતા તેઓ રવાના થયા હતા અને પાટનગરમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ ની સાથે મુલાકાત
ગુજરાતમાં પણ જે રીતે સમાન નાગરિક ધારા અંગે સરકારે કમીટી નિયુક્ત કરી છે. તેના પર ચર્ચા થવાની છે.

દેશમાં એક બાદ એક મુદા પર જબરા માસ્ટર સ્ટ્રોક તથા સસ્પેન્સ સર્જી રહેલી મોદી સરકાર આગામી દિવસોમાં કોઈ મોટો નિર્ણય લે તેવા સંકેત છે તે વચ્ચે આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલને અચાનક જ દિલ્હીનું તેડુ આવતા તેઓ રવાના થયા હતા અને પાટનગરમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહને મળનાર છે
તેની કોઈ રાજકીય એજન્ડા હોવાનો પણ સંકેત છે. શ્રી ભુપેન્દ્ર પટેલ આજે એકલાજ દિલ્હી જવા રવાના થયા હતા અને ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર પણ મળનાર છે. શ્રી પટેલ તા.4ના રોજ રાજકોટ આવનાર છે અને એઈમ્સની તૈયારીઓ અંગે પણ તેઓ નિરીક્ષણ કરનાર છે. આમ ગુજરાતમાં અનેક એજન્ડા છે. ઉપરાંત સમાન નાગરિક ધારા અંગે પણ ઉતરાખંડ બાદ ગુજરાતમાં પણ જે રીતે સમાન નાગરિક ધારા અંગે સરકારે કમીટી નિયુક્ત કરી છે. તેના પર ચર્ચા થવાની છે.
ગુજરાતમાં આગામી સમયમાં ભાજપના સંગઠનમાં પણ ફેરફારની શકયતા છે જે રીતે પક્ષના બે હાઈ પ્રોફાઈલ મહામંત્રીઓના રાજીનામા આવ્યા અને પછી પત્રિકા કાંડ સહિતના વિખવાદો થયા તે પણ ચર્ચાઓ છે. સૂત્રોના જણાવ્યા મુજબ અચાનક જ ‘ગુજરાતના મુદાઓની’ ચર્ચા માટે મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું પણ અચાનક જ તે ગુજરાત ભાજપ અને સચીવાલયમાં ચર્ચાનું કારણ બની ગયુ છે અને હવે આગામી દિવસોમાં તેઓ કઈ રીતે નિર્ણય આવે છે તેના પર સૌની મીટ છે.