ભારત

કોરોના રસીને કારણે હાર્ટએટેકનુ જોખમ વધ્યુ નથી

કોરોનાકાળ બાદ ભારતમાં અચાનક મોતના વધેલા કિસ્સાઓથી વધેલી ચિંતા-ગભરાટ વચ્ચે એક રીપોર્ટમાં સ્પષ્ટ કરાયુ છે કે કોરોના રસીને કારણે હાર્ટએટેકનાં જોખમમાં વધારો થયાની શંકા અસ્થાને છે.

કોરોનાકાળ બાદ ભારતમાં અચાનક મોતના વધેલા કિસ્સાઓથી વધેલી ચિંતા-ગભરાટ વચ્ચે એક રીપોર્ટમાં સ્પષ્ટ કરાયુ છે કે કોરોના રસીને કારણે હાર્ટએટેકનાં જોખમમાં વધારો થયાની શંકા અસ્થાને છે.ઓગસ્ટ 2021 થી ઓગસ્ટ 2022 દરમ્યાન દિલ્હીની પંત હોસ્પીટલમાં હાઈએટેકનાં 1578 દર્દીઓ પર કરેલા અભ્યાસનાં આધારે તૈયાર કરાયેલા રીપોર્ટમાં આમ કહેવાયું છે.

પ્લેસ વન જર્નલમાં પ્રકાશીત રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે 1578 માંથી 1086 એ કોરોના રસી લીધી હતી. 492 દર્દીઓએ રસીકરણ કરાવ્યુ ન હતું. 1047 એ રસીના બે ડોઝ અને બાકીનાએ એક ડોઝ લીધા હતા. રસી લીધી હોવાના કારણે હાર્ટએટેક આવ્યાના કોઈ તથ્ય માલુમ પડયા ન હતા.

185 અર્થાત 12 ટકા દર્દીઓમાં રસી લીધાના 90 થી 150 દિવસમાં નળી બ્લોક માલુમ પડી હતી. 175 દર્દીમાં 150 થી 270 દિવસમાં આમ બન્યુ હતું માત્ર 28 દર્દીઓમા જ રસી લીધાનાં 30 દિવસમાં હૃદયની નળીમાં બ્લોકેજ હતું.

કુલ 1578 માંથી 201 દર્દીમાં બિમારી માલુમ પડી હતી.તેમાં રસી લેનારા 116, બાકીનાં 85 એ રસી લીધી ન હતી. કોરોના સંક્રમણ પછીનાં 30 થી 180 દિવસમાં 75 દર્દીનાં મૃત્યૂ થયા હતા. તેમાંથી 43.4 ટકાએ રસી લીધી હતી.

અભ્યાસમાં એવુ તારણ દર્શાવવામાં આવ્યુ છે કે કોરોના રસી સુરક્ષીત જ માલુમ પડી છે એટલૂ જ નહિં બિમારી સામે રક્ષણ આપનારી પણ જણાય છે. આ પૂર્વે કેન્દ્રીય આરોગ્ય એજન્સી આઈસીએમઆરનાં રીપોર્ટમાં એમ કહેવાયું હતું કે કોરોના રસીથી દર્દીઓમાં હોસ્પીટલાઈઝેશનનુ જોખમ ઘટયુ હતું. જોકે, કોરોનાથી હોસ્પીટલમાં દાખલ થયેલા 6.5 ટકા દર્દીઓનાં એક વર્ષમાં મૃત્યુ થયા હતા. સંક્રમણ પૂર્વે જ રસી લેનારાને 60 ટકા વધુ રક્ષણ માલુમ પડયુ હતું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button