આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 324.29 લાખ કરોડ રૂપિયા થઈ છે
ગ્રૂપના શેરો અને બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટીએ આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તે જ સમયે, BSE સેન્સેક્સ ફરી એકવાર 67,000 ને પાર કરવામાં સફળ રહ્યો છે.

ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ દિવસ અને શ્રાવણનો અંતિમ સોમવાર શુકનવંતો રહ્યો. આજે સેન્સેક્સ 528.17 પોઇન્ટ વધીને 67,127.08 પોઇન્ટ અને નિફ્ટી 176.4 પોઇન્ટ વધીને 19996.35 પર બંધ રહ્યા. બેંક નિફ્ટી પણ 414.3 પોઇન્ટના વધારા સાતે 45570.70 પોઇન્ટ પર બંધ રહી. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 324.25 લાખ કરોડ રૂપિયા થઈ છે.
ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી પ્રથમ વખત 20,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટીને 19,000 થી 20,000ના આંકડાને સ્પર્શવા માટે કુલ 52 ટ્રેન્ડીંગ સેશન લાગ્યા. અદાણી ગ્રૂપના શેરો અને બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટીએ આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તે જ સમયે, BSE સેન્સેક્સ ફરી એકવાર 67,000 ને પાર કરવામાં સફળ રહ્યો છે.
શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 324.25 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે છેલ્લા ટ્રેન્ડિંગ સેશનમાં રૂ. 320.92 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપમાં રૂ. 3.33 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો હતો.



