ઈકોનોમી

ભારતીય શેરબજારે ફરી એક વખત રેકોર્ડબ્રેક તેજીનો માર્ગ પકડયો છે અને નવી ઉંચાઈ સર કરવા લાગ્યુ છે. નિફટીએ 20000ની ઐતિહાસિક સપાટી ક્રોસ કરી લીધી છે

લાર્સન જેવા હેવીવેઈટ શેરોથી જોરદાર તેજી: રોકડાના શેરોમાં સુધારાને બ્રેક: નિફટી 20000ની ઉપર

ભારતીય શેરબજારે ફરી એક વખત રેકોર્ડબ્રેક તેજીનો માર્ગ પકડયો છે અને નવી ઉંચાઈ સર કરવા લાગ્યુ છે. નિફટીએ 20000ની ઐતિહાસિક સપાટી ક્રોસ કરી લીધી છે અને હવે સેન્સેકસ પણ નવી ટોચે પહોંચવાના માર્ગે છે. સેન્સેકસ આજે પ્રારંભીક કામકાજમાં 67539ના સ્તરે પહોંચ્યો હતો અને સર્વોચ્ચ સપાટીથી માત્ર 80 પોઈન્ટ દુર રહ્યો હતો.

વિશ્વસ્તરે આર્થિક મંદી- સ્લોડાઉન- મોંઘવારી- ઉંચા વ્યાજદર જેવા અનેકવિધ ઘટનાક્રમોની ચિંતા છતાં ભારતીય અર્થતંત્ર ધબકતુ-ધમધમતુ હોવાથી અને આવનારા વર્ષો ભારતના જ બની રહેવાના છે. આશાવાદ શેરબજાર રેકોર્ડબ્રેક તેજીમાં આવ્યું છે. રીટેઈલ ઈન્વેસ્ટરો અબજો રૂપિયા ઠાલવી રહ્યા છે. વિદેશી નાણાં સંસ્થાઓ જંગી વેચાણ કરતી હોવા છતાં કોઈ વિપરીત અસર નથી.

જી.20 સંમેલનથી ભારતનો દુનિયામાં દબદબો વધવાનો આશાવાદ સહિતના કારણોનો પ્રભાવ હતો. લાંબા બ્રેક બાદ ભારતીય ચોમાસુ સક્રીય થઈ રહ્યુ હોવાથી કૃષિક્ષેત્રની ચિંતા ઘણાઅંશે દુર થવાના આશાવાદની પણ સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ફંડામેન્ટલ તેજી હોવાથી ઓલરાઉન્ડ લેવાલી રહી છે.

શેરબજારમાં કેટલાંક દિવસોથી બેફામ તેજી સૂચવતા રોકડાના શેરોમાં પીછેહઠ હતી. પરંતુ હેવીવેઈટ શેરોમાં ઉછાળો હતો. જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, ટીસીએસ, એશિયન પેઈન્ટસ, એકસીસ બેંક, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ડીવીઝ લેબ, ડો. રેડ્ડી ઉંચકાયા હતા. મારૂતી, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, કોલ ઈન્ડીયા, અદાણી પોર્ટ, ભારત પેટ્રો, અદાણી એન્ટરપ્રાઈઝમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ 190 પોઈન્ટના ઉછાળાથી 67317 હતો તે ઉંચામાં 67539 તથા નીચામાં 67252 હતો. 67619ના સર્વોચ્ચ સ્તરથી માત્ર 80 પોઈન્ટનું છેટુ રહી ગયુ હતું. નિફટી 36 પોઈન્ટનાં ઉછાળાથી 20032 હતો. શેરબજારના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ભારતીય અર્થતંત્ર તથા વૈશ્ર્વિક પ્રભાવને ધ્યાને લેતા તેજીની હજુ શરૂઆત થઈ છે. આવતા વર્ષો ભારતના છે અને માર્કેટ છલાંગ લગાવતુ રહેશે. નિફટી 25000-30000 કે તેથી પણ આગળ વધી શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button