ગુજરાત

નવરાત્રી-દિવાળી તહેવારો પૂર્વે રાજકોટને ભેટ લાંબા અંતરની છ વધુ ટ્રેનો મળી

અમદાવાદથી ઉપડતી પ્રયાગરાજ, કોલકતા, પટના, કોલ્હાપુર, નાગપુરની ટ્રેન રાજકોટ સુધી લંબાવાઈ; સૌરાષ્ટ્રવાસી મુસાફરો-પર્યટકોની લાંબા સમયની માંગણીનો સ્વીકાર: રાજકોટથી અમદાવાદ સુધી ડબલ ટ્રેકનું ઈલેકટ્રીફિકેશન થતાં રેલવેની સેવા વધુ ગતિશીલ બની

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ખાતે તાજેતરમાં નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થતા દેશના અનેક મેટ્રો શહેરને જોડતી હવાઈ સેવા કાર્યરત છે બીજી તરફ રાજકોટ રેલવે ડિવિઝનમાં ડબલ ટ્રેકમાં ઈલેકટ્રીફીકેશન કામગીરી પૂર્ણ થયા બાદ રાજકોટને વધુ છ નવી લાંબા અંતરની ટ્રેન ફાળવવામાં આવતા સૌરાષ્ટ્રવાસી મુસાફરો-પર્યટકોને આ રેલ સેવા ઉપયોગી નિવડશે.

સૌરાષ્ટ્રનાં જિલ્લાઓને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા વખતો વખત ઉઠેલી માંગણીને ધ્યાને લઈ રેલવે તંત્રએ અમદાવાદથી ઉપડતી છ જેટલી લાંબા રૂટની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાનો નિર્ણય લેતા મુસાફરોને પરિવહન સુવિધામાં વધારો થશે.

કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના જરદોશની જાહેરાત મુજબ સૌરાષ્ટ્રના લોકોને સુવિધા રહે તે માટે અમદાવાદથી ઉપડતી પટના, પ્રયાગરાજ, કોલકતા, કોલ્હાપુર, નાગપુર, હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એકસપ્રેસ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવશે.

આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી વેકેશનનાં તહેવારો પૂર્વે જ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસી મુસાફરો, પર્યટકોને હવે રાજકોટથી પટના, પ્રયાગરાજ, કોલકતા, નાગપુર સહિતના ધર્મસ્થાનો અને મેટ્રો શહેરને જોડતી રેલ સેવા ઘર આંગણે ઉપલબ્ધ થતા મુસાફરોમાં આનંદ છવાયો છે.

સૌરાષ્ટ્રના પાટનગરમાં પરિવહન માટે હવાઈ, ટ્રેન, એસ.ટી. બસની સેવામાં પણ ઉમેરો થતાં આગામી તહેવારોમાં પર્યટકો-પ્રવાસીઓને દેશભરના વિવિધ સ્થળોએ પહોંચવા (આવવા-જવા) અનુકુળતા રહેશે.

રાજકોટને લાંબા અંતરની વધુ ટ્રેનો ફાળવવા અવાર નવાર ઉઠેલી માંગને ધ્યાને લઈ રેલ મંત્રાલયે રાજકોટને લાંબા અંતરની વધુ છ જેટલી ટ્રેનો ફાળવતા સૌરાષ્ટ્રવાસીઓને રેલ સેવા ઉપયોગી નિવડશે. પરિવહન ક્ષેત્રે સૌરાષ્ટ્રવાસીઓને પાટનગર રાજકોટ સુવિધાજનક બન્યું છે. અહીંથી હવાઈ, ટ્રેન અને એસ.ટી. બસ સેવા મુસાફરો-પર્યટકો માટે વધુ સુવિધાજનક બની છે. ત્યારે વધુ છ નવી ટ્રેનો મળતા સેવામાં વધારો થયો છે.

અમદાવાદથી રાજકોટ સુધી લંબાવેલ ટ્રેનોની સંખ્યા
સૌરાષ્ટ્રના લોકોને સુવિધા રહે એ હેતુથી અમદાવાદથી ઉપડતી ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. જેમાં (1) ટ્રેન નં.19421/22 અમદાવાદ-પટના એકસપ્રેસ (2) ટ્રેન નં.22967/68 અમદાવાદ-પ્રયાગરાજ એકસપ્રેસ (3) ટ્રેન નં.19413/14 અમદાવાદ-કોલકાતા એકસપ્રેસ ટ્રેન (4) નં.11049/50 અમદાવાદ-કોલ્હાપુર એકસપ્રેસ, (5) ટ્રેન નં. 22137/38 નાગપુર અમદાવાદ એકસપ્રેસ (6) ટ્રેન નં.12917/18 અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એકસપ્રેસનો સમાવેશ થાય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button