વિપક્ષો દ્વારા હવે ધારાસભા તથા લોકસભા ચૂંટણી પુર્વે પત્રકારોના બહિષ્કારનું શસ્ત્ર પણ ઉગામાયું છે અને એવા 13 પત્રકારોની યાદી તૈયાર કરી છે
I.N.D.I.A..નો મિડીયા બાયકોટ બુમરેંગ થશે

વિપક્ષો દ્વારા હવે ધારાસભા તથા લોકસભા ચૂંટણી પુર્વે પત્રકારોના બહિષ્કારનું શસ્ત્ર પણ ઉગામાયું છે અને એવા 13 પત્રકારોની યાદી તૈયાર કરી છે જે જેની ડીબેટમાં તેઓ સામેલ થશે નહી કે તેમને કોઈ બાઈટ આપશે નહી.
વિપક્ષનો આરોપ છે કે, આ પત્રકારો ભાજપના એજન્ડા પર ચાલી રહ્યા છે અને તેઓ પોતાની ડીબેટમાં ભાજપ તરફી વલણ રાખીને વિપક્ષોને ભીંસ પડે તે રીતે સમગ્ર ડીબેટનું સંચાલન કરે છે. જેમાં સીએમબીસી આવાઝના અમીષ દેવગણ અને રીપબ્લીકના અર્નબ ગોસ્વામી ઉપરાંત નવભારત ટાઈમ્સ ચેનલના નાવિકા કુમાર અને એક સમયે ખૂબજ જાણીતી એન્કર રૂબીકા લીકાયતનો સમાવેશ થાય છે.
જો કે ભાજપે વિપક્ષના આ નિર્ણયને પ્રેસથી ડરવાનો આરોપ મુકયો છે. પ્રિયંકા ચતુર્વેદીએ ટવીટ કરીને તેનો જવાબ આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ વર્ષમાં એક પણ પત્રકાર પરિષદ સંબોધી નથી અને તેઓ હવે વિપક્ષ દ્વારા જે મિડીયાનો બહિષ્કારમાં કેટલાક પત્રકારોને સાથે ડીબેટમાં નહી જવા જેવુ કૃત્યના નિર્ણયની ટીકા કરી રહ્યા છે. જો કે આ અંગે ઈન્ડીયા ટીવીના રાજદીપસર દેસાઈએ અસંમતી વ્યક્ત કરી છે અને તેને લોકશાહી વિરોધી ગણાવ્યું.



