હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 19 સપ્ટેમ્બરે એટલે કે, આજે બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડશે, ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, લો પ્રેશર મધ્ય-પૂર્વ ગુજરાત પર છે. હાલ વેલમાર્ક લો પ્રેશરની કેટગરીમાં છે. જે મધ્ય, ઉત્તર ગુજરાત અને કચ્છ પરથી થઈને આગળ વધશે.

આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20મી તારીખ એટલે કે, બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 19 સપ્ટેમ્બરે બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે. જળાશયોમાં વરસાદના કારણે જળ તાંડવની શક્યતા રહેશે. બનાસકાંઠા ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છના વાગડ સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડશે. કચ્છમા ભારેથી અતિભારે વરસાદના કારણે સતર્ક રહેવું જરૂરી છે. તેમણે જણાવ્યું કે, કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદીપુર, માંડવી, જખાઉ, નખત્રાણા અને ભુજમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત થરાદ, વાવ, ઈકબાલગઢ, તખતગઢ, કાંકરેજ, સૂઈગામના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. સાથે જ જામનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને હળવદમાં પણ વરસાદ વરસી શકે છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, લો પ્રેશર મધ્ય-પૂર્વ ગુજરાત પર છે. હાલ વેલમાર્ક લો પ્રેશરની કેટગરીમાં છે. જે મધ્ય, ઉત્તર ગુજરાત અને કચ્છ પરથી થઈને આગળ વધશે. જેના કારણે આજથી 20 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી થશે. વરસાદના નવા રાઉન્ડનો 80% વિસ્તારને લાભ મળશે. રાજ્યના 80 ટકા વિસ્તારને વરસાદના ચોથા રાઉન્ડનો લાભ મળશે.તેઓએ જણાવ્યું છે કે, કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટિ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં 18, 19, 20 તારીખમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી થશે. ચોથા રાઉન્ડ બાદ ગુજરાતમાં ફરી પાંચમા રાઉન્ડનો વરસાદ વરસશે. આ રાઉન્ડ બાદ પણ વધુ એક રાઉન્ડ આવશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વધુ એક રાઉન્ડ આવશે.
ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી શક્યતા છે. ત્યારે 2 દિવસ બાદ વરસાદ ઘટશે તેવી આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ દ્વારા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે ચોમાસાની સીઝન ફરી જામી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનાં ઘણા જીલ્લાઓમાં મેઘમહેર થશે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, ભરૂચ આ તમામ વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 16 કલાકમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે 90 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ગઈકાલે સવારે 6થી રાત્રીના 10 સુધીમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં મેંદરડામાં 7.5 ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણાના બેચરાજીમાં 6.5 ઈંચ, પાટણના રાધનપુરમાં 6 ઈંચ તેમજ વંથલીમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. મહેસામણામાં 5.4 ઈંચ બનાસકાંઠાના ભાભરમાં 5.3 ઈંચ દિયોદરમાં 5.3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના બાર તાલુકાઓમાં છેલ્લા 16 કલાકમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
આ સંદર્ભમાં પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો સહભાગી થયાં હતાં. મંત્રી ઋષિકેશ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, પાણીમાં ફસાયેલા લોકોને NDRF અને SDRFની મદદથી બહાર કાઢવા સહિતની વિગતો તેમણે સંબંધિત કલેક્ટરો પાસેથી જાણી હતી. આ બેઠકમાં સમીક્ષા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવેલી છે. એટલુ જ નહિ વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પટેલે ભારે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરીને તેમના જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો મેળવી હતી.
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં પડ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં 16 કલાકમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વંથલીમાં 16 કલાકમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.